મોરબીની કુબેર ટોકીઝ પાસે ચાલકે હડફેટે લેતા રાહદારી વૃદ્ધનું મોત
મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે જેક છટકતા ટ્રેક્ટરના લોડર નીચે દબાઈ જવાથી ઇજા પામેલા યુવાનનું મોત
મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસે ટ્રેક્ટરમાં લોડર લગાવેલ હતું અને ટાવર ચેન્જ કરતી વેળાએ જેક છટકતા લોડર નીચે દબાઇ જવાના કારણે યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવારમાં યુવાનનું મોત નિપજ્યું છે. જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને હાલમાં આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા દિલીપભાઈ કનુભાઈ પરમાર (ઉંમર ૧૮) રફાળેશ્વર ગામ પાસે જીઆઇડીસી નજીક વાસુદેવ પોટરી પાસે ટ્રેક્ટરમાં લોડર લગાવેલ હતું અને ટાવર ચેન્જ કરતા હતા ત્યારે જેક છટક્વાના લીધે લોડરની નીચે દબાઈ જવાથી દિલીપભાઈ કનુભાઈ પરમારને કમરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી કરીને તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા દિલીપભાઈ પરમારનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વૃધ્ધનું મોત
મોરબી નજીકના લખધિરપુર ગામે રહેતા વીરજીભાઇ મૂળજીભાઈ ખાણદરિયા (ઉંમર ૭૦) પોતાના ઘરે કોઈ કારણોસર પડી જતા તેને પગ અને શરીરમાં ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી