વાંકાનેર, ટંકારા અને માળીયામાં દારૂની ત્રણ રેડ: 51 બોટલ દારૂ-40 બીયરના ટીન કબ્જે, બે આરોપી પકડાયા બેની શોધખોળ મોરબી નજીક રેઢી મળેલ ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો: 4.92 લાખનો મુદામાલ કબજે, આરોપીની શોધખોળ મોરબીમાં ત્રાજપર ચોકડી પુલ નિચે મૃત્યુ પામેલા અજાણ્યા આધેડની ઓળખ મેળવવા તજવીજ મોરબીમાં જરૂરિયાત મંદ દીકરીની નર્સિંગની ફી ભરી આપતી મુસ્કાન વેલ્ફેર સોસાયટી ટંકારાના લજાઈ પાસે ગોડાઉનમાંથી 11.81 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી: ગોડાઉન ભાડે રાખનાર સહિત બે સામે ફરિયાદ વાંકાનેરમાંથી ટાટા ડીઈએફ કંપનીના ડુપ્લિકેટ ઓઇલના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ મોરબી નજીક રિક્ષાનો ઓવરટેક કરીને કોઈ વાંક વગર યુવાનને બીજા રિક્ષા ચાલકે મારમાર્યો વાંકાનેરમાં યુવાને કરેલ આપઘાતના બનાવમાં ચાર શખ્સો સામે નોંધાયો ગુનો
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સ 7.09 લાખની રોકડ સાથે ઝડપાયા, વાડીના માલિકની શોધખોળ: અન્ય મુદામાલ કેમ કબ્જે ન લેવાયો ?!


SHARE











હળવદના વેગડવાવ નજીક વાડીની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સ 7.09 લાખની રોકડ સાથે ઝડપાયા, વાડીના માલિકની શોધખોળ: અન્ય મુદામાલ કેમ કબ્જે ન લેવાયો ?!

હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની ધરપકડ કરીએ તેની પાસેથી સાત લાખ 7,09,130 ની કિંમતની રોકડ કબજે કરી હતી અને જુગાર રમી રહેલા શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને વાડીનો માલિક હાજરમાં હોય તેના સહિત કુલ આઠ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં ઈશ્વરનગર ગામે રહેતા અરવિંદભાઈ પટેલની વાડી આવેલ છે તે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીની ઓરડી અંદર જુગાર રમતા સુરેશ જયંતીભાઈ કાચરોલા (51) રહે. અવની પાર્ક કેનાલ રોડ મોરબી, હસમુખ વાલમજીભાઈ રૈયાણી (45) રહે. ઉમિયા પાર્ક હળવદ, જગમાલ રેવાભાઇ ખરગીયા (36) રહે. જેતપર તાલુકો મોરબી, અશ્વિન રામજીભાઈ મોરડીયા (42) રહે. ગોકુલનગર રવાપર રોડ મોરબી, જગદીશ ફુલજીભાઈ કાચરોલા (52) રહે. અવનીપાર્ક મોરબી, સતીશ ધનજીભાઈ કાચરોલા (52) રહે. કેનાલ રોડ અવની પાર્ક મોરબી અને મહેશ રણછોડભાઈ કારોડીયા (42) રહે. રણજીતગઢ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 7,09,130 ની રોકડ કબજે કરવામાં આવી હતી જોકે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર વાડીનો માલિક અરવિંદ ભગવાનજીભાઈ પટેલ રહે. ઈશ્વરનગર તાલુકો હળવદ વાળો હાજર હતો જેથી તેના સહિત કુલ આઠ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને વાડીના માલિકને પકડવા માટે તજવી ચાલી રહી છે. 

જો કે, મોરબી અને હળવદમાં રહેતા શખ્સો જુગાર રમતા રેડ દરમ્યાન સ્થળ ઉપરથી મળી આવ્યા હતા ત્યારે આ શખ્સો ત્યાં પગપાળા તો આવ્યા નહિ જ હોય તે નારી વાસ્તવિક્તા છે અને વર્તમાન સમયમાં મોબાઈલ વગર કે મિનિટ બાળકને પણ ચાલતું નથી તો પછી આ શખ્સો જુગાર રમવા માટે આવ્યા હતા ત્યારે તેના મોબાઈલ ફોન ઘરે મૂકીને આવ્યા હતા કે કેમ તે પણ તપાસનો વિષય છે. અને જો મોબાઈલ સાથે ન હતા તો જુદાજુદા વિસ્તારમાં રહેતા શખ્સો જુગાર રમવા માટે એક જ સ્થળે એકત્રિત થવા માટે એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા તે દિશામાં તપાસ કરવામાં આવે તેઓ કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શ્ક્યતા છે.








Latest News