મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સ્ટાફ માટે ઘ સાબરમતી રિપોર્ટ ફિલ્મનો ખાસ શો ગોઠવાયો
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી ૪૦ ઘેંટા ભરેલી બોલેરો સાથે એક પકડાયો, ગુનો નોંધાતા તપાસ શરૂ
SHARE
મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી ૪૦ ઘેંટા ભરેલી બોલેરો સાથે એક પકડાયો, ગુનો નોંધાતા તપાસ શરૂ
મોરબીના માળીયા હાઇવે ઉપર લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રવિરાજ ચોકડી નજીક ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી બોલેરો કાર નીકળતા તેને અટકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી ૪૦ ઘેંટા મળી આવ્યા હોય રૂપિયા ૧,૨૦,૦૦૦ ની કિંમતના પશુ તથા ત્રણ લાખની કિંમતની બોલેરો મળી ૪.૨૦ લાખના મુદામાલ સાથે એક ઇસમ પકડાયો હોય હાલ તેની સામે પશુ અતિક્રમણ ધારા હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લક્ષ્મીનગર ગામ પાસે આવેલ રવિરાજ ચોકડી નજીક ગૌરક્ષકો દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી નીકળેલ બોલેરો નંબર જીજે ૧૨ બીઝેડ ૮૩૪૬ ને અટકાવીને ચેક કરવામાં આવતા તેમાંથી કતલખાને લઈ જવાના ઇરાદે ઠાંસીઠાંસીને ભરવામાં આવેલા ૪૦ ઘેંટા મળી આવ્યા હતા.જેથી કરીને રૂપિયા ૩૦૦૦ પ્રતિ જીવ ગણીને રૂા.૧,૨૦,૦૦૦ ના પશુ અને રૂપિયા ત્રણ લાખની કિંમતની બોલેરો આમ કુલ મળીને ૪.૨૦ લાખની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે ચેતનભાઇ પાટડિયા દ્વારા ફરીયાદ નોંધાવતા પોલીસે પશુ અતિક્રમણ ધારાની વિવિધ કલમો હેઠળ ડ્રાઇવર અલીશા ઉમરશા શેખ (ઉમર ૩૦) રહે.શિકારપુર કચ્છ વાળા સામે ફરિયાદ નોંધી છે.જેની આગળની તપાસ સ્ટાફના એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે.
પરણીતા સારવારમાં
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા કાજલબેન અજયભાઈ સીતાપરા નામની ૨૬ વર્ષીય પરિણીતાને તા.૩૦ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના પતિ દ્વારા ઝઘડો કર્યા બાદ છરી મારવામાં આવી હતી.જેથી કરીને કાજલબેનને અહિંની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના નવલખી રોડ ગાયત્રીનગર પાસે આવેલ ન્યુ કુબેરનગર વિસ્તારમાં રહેતા બીજલભાઇ કાળુભાઈ ચાવડા નામના ૫૨ વર્ષના આધેડ તા.૩૦ ના બપોરના એકાદ વાગ્યે ટીંબડી ગામ પાસે આવેલ ઓએસિસ કારખાના નજીકથી બાઈક લઈને જઈ રહ્યા હતા.ત્યારે રસ્તામાં તેમનું બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતે તેઓ પડી ગયા હતા અને તેઓને ઈજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મૂળ યુપીનો અને હાલ મોરબી રહીને મજૂરી કામ કરતો કિશન નરસિભાઈ બંદેડીયા નામનો ૨૧ વર્ષનો યુવાન મોટરસાયકલ લઈને જતો હતો.ત્યારે હળવદ રોડ ઉપર આવેલા ખરેડા ગામે હનુમાન મંદિર પાસે તેના બાઇક સાથે કૂતરું અથડાતા બાઈક સ્લીપ થઈ ગયું હતું.તે બનાવમાં તેને ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.