મોરબીના રવાપર-શનાળા ગામ નજીક દારૂની જુદી જુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ
SHARE
મોરબીના રવાપર-શનાળા ગામ નજીક દારૂની જુદી જુદી ત્રણ રેડ: ત્રણ શખ્સ પકડાયા, એકની શોધખોળ
મોરબી શહેરના રવાપર ગામ અને શનાળા ગામ નજીક દારૂની જુદી જુદી ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે ત્રણ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સને પકડવામાં આવ્યા છે અને એક શખ્સનું નામ સામે આવ્યું હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ હાથ ધરી છે
મોરબીના રવાપર ગામે ઝાંપા પાસેથી પસાર થઈ રહેલા રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરીને ભરત છબીલભાઈ પરમાર (33) રહે. વજેપર શેરી નં-5 મોરબી વાળાની ધરપકડ કરી હતી આવી જ રીતે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ નજીક ક્રિષ્ના સ્કૂલથી આગળના ભાગમાં પસાર થઈ રહેલ બ્રેઝા કાર નં. કોકે 36 એએફ 5002 ને રોકીને પોલીસે ચેક કરતા તે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,000 ની કિંમતની દારૂની બોટલ તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ ફુલ મળીને 3,01,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ચિરાગ મનસુખભાઈ ઝાલરીયા (27) રહે. તુલસીપત્ર સામે શિવાલય હાઇટસ ઘુનડા રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપી પાસેથી ભાવેશ ફેફર રહે. રવાપર રેસીડેન્સી મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે તો દારૂની ત્રીજી રેડ સનાળા ગામથી આગળ રાજપર ચોકડી પાસે કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પસાર થયેલ શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 600 ની કિંમત દારૂની બોટલ સાથે સાહિલ ઈમ્તિયાઝભાઈ કાદરી રહે. જોન્સનગર શેરી નં- 8 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.