મોરબીની નવયુગ કોલેજમાં પ્રથમ વર્ષના વિધાર્થીઓના સ્વાગતોત્સવ કાર્યક્રમમાં સાંઇરામ દવેનું પ્રેરક ઉદ્બોધન મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં મોરબી નજીક કારખાના સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત મોરબી તાલુકા સેવા સદન ખાતે એજન્સીના સ્ટાફને બેસવા માટેની જગ્યા ન ફાળવતા સ્ટેમ્પ પેપર મળવાનું બંધ !: અરજદારો હેરાન મોરબી શહેર-તાલુકામાં દારૂની ત્રણ રેડ: બે મહિલા સહિત ત્રણ આરોપી 63 બોટલ દારૂ સાથે પકડાયા ટંકારાના સરાયા-હીરાપર વચ્ચે બે બોલેરો ગાડી અથડાતાં ઘૂટું ગામે રહેતા યુવાનનું મોત: બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી માટીની આડમાં દારૂની હેરાફેરી: વાંકાનેર તાલુકામાં હોટલના ગ્રાઉન્ડમાંથી 816 બોટલ દારૂ ભરેલ ટ્રક ટ્રેલર ઝડપાયું, 29.34 લાખના મુદામાલ સાથે બે પકડ્યા, બેની શોધખોળ વાંકાનેરમાં પત્રકાર ભાટી એન. ઉપર ધારાસભ્યએ હુમલો કર્યાનો આક્ષેપ: મોબાઇલમાં લીધેલ વિડીયો ડીલીટ કર્યો છે, કોઈ મારામારી કરલે નથી: જીતુભાઈ સોમાણી
Breaking news
Morbi Today

માળીયા (મી) હળવદ આર્ટિકાને આંતરીને ધોકા, ધારિયા, છરી, કવાડી વડે ચાર વ્યક્તિ ઉપર સાત શખ્સોનો હુમલો: ઇજાગ્રસ્તો ઉપર ગાડીઓ ચડાવી દીધી


SHARE

















માળીયા (મી) હળવદ આર્ટિકાને આંતરીને ધોકા, ધારિયા, છરી, કવાડી વડે ચાર વ્યક્તિ ઉપર સાત શખ્સોનો હુમલો: ઇજાગ્રસ્તો ઉપર ગાડીઓ ચડાવી દીધી

માળીયા (મી) હળવદ રોડે અણીયારી ટોલનાકા પાસેથી યુવાન પોતાની આર્ટિકા ગાડી લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેમાં અન્ય ત્રણ વ્યક્તિઓ પણ બેઠેલા હતા દરમ્યાન યુવાનના ભાણેજ સાથે અગાઉ થયેલ સામાન્ય બોલાચાલીનું મનદુખ રાખીને ધોકા, ધારિયા, છરી, કવાડી જેવા હથિયાર સાથે સાત શખ્સો દ્વારા આર્ટિકાને રોકાવિને ગાડી ઉપર હુમલો કરીને ગાડીમાં નુકસાન કર્યું હતું તેમજ ફરિયાદી સહિતના ચારેય વ્યક્તિઓને મારી નાખવાના ઇરાદે આરોપીઓએ પોતાના હવાલા વાડી થાર, ફોરચ્યુનર, સ્વિફ્ટ અને આઈ-20 ગાડીઓને ફરિયાદી સહિતના ઉપર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે યુવાન સહિતના ચારેય વ્યક્તિઓને ઈજા થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનેલ યુવાને સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના નવાગામ ખાતે રહેતા અબ્દુલભાઈ ઉર્ફે કાળું ઉમરભાઈ જેડા (31)હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર, રફીક હાજીભાઈ મોવર, ઇકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી અને જાકીર હબીબ જેડા રહે. ચારેય ખીરઈ તથા અવેશ હબીબ જેડા, સબીર જાકીર જેડા અને કાળા જાકીર જેડા રહે. ત્રણેય વાંઢ વિસ્તાર રોડ ઉપર માળીયા (મી) વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં ફરિયાદીએ જણાવ્યા મુજબ તેના ભાણેજ સદ્દામ સાથે અગાઉ ઈકબાલ મોવરને સામાન્ય બાબતે બોલાચાલી થયેલ હતી તે બાબતનું મનદુઃખ રાખીને સાતેય શખ્સો દ્વારા અણિયારી ટોલનાકા પાસે રોડ ઉપર ધારિયા, ધોકા, કવાડી અને છરી જેવા હથિયારો સાથે ફરિયાદીની આર્ટિકા ગાડી નંબર જીજે 39 સીબી 7181 ને રોકાવી હતી અને ત્યાર બાદ આરોપીઓએ હથિયાર વડે ગાડી ઉપર હુમલો કર્યો હતો અને આર્ટિકા ગાડીમાં નુકસાન કર્યું હતું.

તેમજ ફરિયાદીને ડાબા ખભે ધોકાથી માર મારીને ઇજા કરી હતી અને આરોપીઓએ પોતાના હવાલા વાળી ફોર્ચ્યુનર, થાર, સ્વીફ્ટ આઈ-20 ગાડી લઈને ફરિયાદી તથા સાહેદોને મારી નાખવાના ઇરાદે માથે ચડાવી દીધી હતી અને ત્યારે ફરિયાદીને પાછળના ભાગે ડાબી બાજુએ કમર પાસે ઇજા, સાહેહૈદરભાઈને ડાબા પગની ત્રણ આંગળીઓમાં ફેક્ચર, મોહસીન ઉર્ફે ડિકોને પગના ભાગે ફેક્ચર તેમજ નિજામભાઈને માથા અને છાતીના ભાગે ઇજાઓ કરી હતી. જેથી કરીને ઇજા પામેલા ચારેય વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબીમાંથી બાઈકની ચોરી

મોરબીમાં એસબીઆઇ બેન્કની સામે આવેલ ત્રિકોણ બાગના પાર્કિંગમાં વાવડી ચોકડી પાસે આવેલ સત્યમ સોસાયટીમાં રહેતા શ્રીકાંતભાઈ નવઘણભાઈ પરમાર (52) નામના આધેડે પોતાનું બાઈક નંબર જીજે 3 એફપી 9124 પાર્ક કરીને મૂક્યું હતું જે 20,000 રૂપિયાની કિંમતના બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે આધેડે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.




Latest News