ટંકારાના હડમતીયા ગામે વાડીના પગ લપસતા કૂવામાં પડી જવાથી મહિલાનું મોત: મોરબીના રોયલ પાર્કમાં રહેતા યુવાનનું મોત
SHARE









ટંકારાના હડમતીયા ગામે વાડીના પગ લપસતા કૂવામાં પડી જવાથી મહિલાનું મોત: મોરબીના રોયલ પાર્કમાં રહેતા યુવાનનું મોત
ટંકારા તાલુકાના હડમતીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની મહિલા કૂવામાંથી પાણી ભરતા સમયે પગ લપસતા કૂવામાં પડી હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં મનસુખભાઈ સીતાપરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મુન્નાભાઈ બારેલાના પત્ની ફીરકીબેન મુન્નાભાઈ બારેલા (19) વાડીએ હતા ત્યારે ગઈકાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં કૂવામાંથી પાણી ભરતા હતા ત્યારે પગ લપસવાના કારણે તેઓ કુવામાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી વાહનમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને બે માસનો એક દીકરો છે જો કે, અકસ્માતના આ બનાવના કારણે માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવેલ છે
યુવાનનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા કેતનભાઇ હરિભાઈ મેરજા (37) નામનો યુવાન ઘરે હતો ત્યારે તબિયત બગડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
