મોરબીમાંથી દેશી બનાવટની એક પિસ્તોલ-બે કાર્ટિસ સાથે એકની ધરપકડ
વાંકાનેરના વાલાસણ નજીક રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત
SHARE









વાંકાનેરના વાલાસણ નજીક રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં આવેલ કોટન મિલ પાસેથી પસાર થઈ રહેલા આધેડને ટ્રક ચાલકે કોઈપણ રીતે હડફેટે લીધા હતા જેથી ઇજા પામેલા આધેડને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતક આધેડના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે રહેતા મુસ્તાકભાઈ અબુજીભાઈ કડીવાર (34) નામના યુવાને ટ્રક નંબર જીજે 10ટીવાય 8777 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વલાસણ ગામની સીમમાં આવેલ ઇન્ડિયન કોટન મીલ પાસેથી વાલાસણ ગામ તરફ જવાના રસ્તા ઉપરથી તેઓના પિતા અબુજીભાઈ કડીવાર પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ સાઇડમાં ઉભેલા ફરિયાદીના પિતાને ટ્રક ચાલકે હડફેટે લેતા તેઓને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન અબુજીભાઈ કડીવારનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ડિઝાઇન પાન પાસે બાઈક નંબર જીજે 36 એએચ 9310 ના ચાલક વિરમભાઈ કાનાભાઈ બાંભવા રહે, ધિયાવડ તાલુકો વાંકાનેર વાળાએ બેફિકરાઈથી વાહન ચલાવીને રોડ ઉપરના બમ્પને તારવવા જતા બાઈકના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો જેથી ત્યાં સાયકલ લઈને ઊભેલા મહોમદકુમેલ નામના યુવાનને હડફેટે લેતા તેને ડાબા પગમાં સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને શરીરે પણ ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનના પિત સલીમભાઈ અહમદભાઈ કડીવાર (47) રહે. પીપળીયારાજ ખ્વાજાનગર તાલુકો વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
