મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સેવા સદન પાસે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવ્યો


SHARE













મોરબી જિલ્લા સેવા સદન પાસે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવ્યો

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં દિવ્યાંગનબળાબીમાર પશુઓની મદદ માટે ૧૯૬૨ કરુણા હેલ્પલાઈન નિ:શુલ્ક કાર્યરત છે. કરુણા એમ્બ્યુલન્સ ટીમ તાલીમબદ્ધ કર્મચારીઓદવાસાધનો અને લેબોરેટરીની સુવિધા સાથે સંપન્ન છે. આ ટીમમાં ૧ વેટરનરી ઓફિસર અને ૧ પાયલોટ હાજર રહે છે. જ્યાં પણ અબોલ જીવોને જરૂર હોય કે ઘાયલ હોય ત્યાં આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવાથી તાત્કાલિક મદદ મળી શકે છે.

તાજેતરમાં શોભેશ્વર રોડ પર સ્થિત જિલ્લા સેવા સદનમાં અતિ ગંભીર હાલતમાં ૬ મહિનાનું ગલુડીયું મળી આવ્યું હતું. તેને બ્લીડિંગડીહાયડ્રેશન અને એક્સેસિવ યુરીનની સમસ્યા હતી. જેથી તેના જીવ પર ખતરો તોળાયો હતો. આ અંગે ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન પર જિલ્લા માહિતી કચેરી દ્વારા જાણ કરવામાં આવી હતી. આ કોલ મળ્યાના માત્ર ૫ મિનિટમાં જ મોરબી કરુણા હેલ્પલાઈન ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને બીમાર પશુને તાત્કાલિક સારવાર પૂરી પાડી હતી. આમ તેનો જીવ બચી ગયો હતો. આ સમગ્ર કામગીરી બદલ જિલ્લા માહિતી કચેરીજિલ્લા તિજોરી કચેરીસિક્યોરીટી સ્ટાફ અને કરુણા હેલ્પલાઇનના કર્મચારીગણનો સહયોગ મળ્યો હતો.






Latest News