મોરબી જિલ્લા સેવા સદન પાસે બીમાર ગલુડીયાને તાત્કાલિક સારવાર આપીને જીવ બચાવ્યો
મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા ૫ ડિસેમ્બરથી અરજી કરી શકશે
SHARE
મોરબી જિલ્લાના ખેડૂતો વિવિધ સહાય મેળવવા ૫ ડિસેમ્બરથી અરજી કરી શકશે
આઈ ખેડૂત ઓનલાઈન પોર્ટલ પર કિસાન પરિવહન યોજના તથા ટ્રેકટર ટ્રેલર પર સહાય યોજના માટેની ઓનલાઈન અરજી આગામી તારીખ ૦૫/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી શરૂ કરવામાં આવશે. મોરબી જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર વખતોવખત જાહેરાત કરવામાં આવતી હોય છે.
રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર વર્ષ ૨૦૨૪- ૨૫ અંતર્ગત કિસાન પરિવહન યોજના તથા ટ્રેકટર ટ્રેલર ઘટકો માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. આ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છુક મોરબી જિલ્લાના તમામ ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.