મોરબીમાં કાલે સમરસ ભવન ખાતે સંતો-મહંતોની હાજરીમાં રબારી સમાજનું મહાસંમેલન મોરબીના પર્યાવરણપ્રેમીઓ દ્રારા ચોમાસામાં વૃક્ષારોપણ કરી પર્યાવરણને નવપલ્લવીત કરવા અપીલ મોરબીના જલારામ મંદિર ખાતે તા.૪ ના વિનામુલ્યે નેત્રમણી કેમ્પ યોજાશે મોરબી નજીક ડબલ સવારી બાઈકને કારે હડફેટે લેતા બે યુવાનો સારવારમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘની કારોબારીમાં પ્રાંતના પદાધિકારીઓની ઉપસ્થિતમાં નવી ટીમની ઘોષણા મોરબીની માધાપરવાડી શાળામાં દિક્ષાંત સમારોહ યોજાયો ગુજરાત સ્થાપના દિન: મોરબી જિલ્લો પણ ગુજરાતની વિકાસ યાત્રામાં પાયાનો પથ્થર સાબિત થયો: જિલ્લા ભાજપ પરિવાર હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે


SHARE













કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે

રામદેવરા (રણુજા) રાજસ્થાન બાબા રામદેવપીર સમાધી સ્થાનની પાવન ભુમી પર જય બાબેરી ધર્મશાળા, જૈન મંદિરની બાજુમાં તા.૦૭/૧૨/૨૦૨૪ શનિવારે કાર્યક્રમનું આયોજન રાખવામા આવેલ છે. બાબા રામદેવ સેવા સમિતિ એવમ રામદેવ ભક્ત સંગમ દ્વારા આનંદસિંહ તંવરના નેજા હેઠળ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં બાબા રામદેવજી મહારાજના ભક્તજનોને રણુજા પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે.

કચ્છ મોરબીના સાંસદ અને બાબા રામદેવજી મહારાજના અનન્ય ભક્ત વિનોદભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં રહેવા તથા પ્રસાદની વ્યવસ્થા વ્યવસ્થાપકો તરફથી કરવામાં આવેલ છે. અને યાત્રીક ભવન ભુમી પુજન, જમ્મા જાગરણ, સ્નેહ મિલન એવમ સંતોના આશીર્વાદ પાટકોરી - મહા પ્રસાદ તથા સંતવાણી, મહાનુભાવોનું સન્માનનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. ૨૦૨૪ લોકસભા ઇલેક્સનમાં  વિનોદભાઇ ચાવડાને ફરી ત્રીજી ટર્મ માટે ટિકિટ મળે અને મોટી લીડથી તેઓ વિજયી બને માટે તેમના સ્નેહીજનો, મિત્રો તરફથી શુભકામના પ્રાર્થના કરવામાં આવી હતી તેઓ સૌને આ પ્રસંગે સાંસદ તરફથી રણુજા બાબા રામદેવજી મહારાજના દર્શન અને શુભકામના પુર્ણ કરવાનું ભાવપુર્ણ નિમંત્રણ પણ પાઠવેલ છે. દર બીજના દર્શનાર્થે આવતા શ્ર્ધાળુઓ ભક્તજનોને પણ ઉપસ્થિત રહેવાનું બાબા રામદેવ સેવા સમિતિ, રામદેવ ભક્ત સંગમ કચ્છ અને સમિતિ સચિવ ખેતમલ શર્મા, રાષ્ટ્રીય સંયોજક હરજીવન મારવાડા તથા ગુજરાત પ્રદેશ સંયોજક પ્રકાશ કુમાર બારોટે નિમંત્રણ આપેલ છે.






Latest News