કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની હાજરીમાં રાજસ્થાનમા રામદેવરા (રણુજા) ખાતે યાત્રિક ભવન ભુમી પુજન કરાશે
મોરબી જિલ્લામાં 8થી 10 ડિસેમ્બર પોલિયો ઝુંબેશ: આરોગ્ય વિભાગના 600 કર્મચારીઓ 37,487 બાળકોને ટીપા પીવડાવાશે
SHARE









મોરબી જિલ્લામાં 8થી 10 ડિસેમ્બર પોલિયો ઝુંબેશ: આરોગ્ય વિભાગના 600 કર્મચારીઓ 37,487 બાળકોને ટીપા પીવડાવાશે
મોરબી જિલ્લામાં તા8 થી10 સુધી પોલિયો ઝુંબેશ યોજવામાં આવનાર છે. જિલ્લાના હાઈરિસ્ક વિસ્તાર જેવા કે, ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેર સ્લમ વિસ્તારના 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે.
આ ઝુંબેશ દરમિયાન મોરબી જિલ્લાના 0 થી 5 વર્ષના 37487 બાળકોને જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોલિયો ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે 150 બુથ ઉપર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. બીજા અને ત્રીજા દિવસે 300 આરોગ્ય કર્મચારીઓની ટીમ દ્વારા બાકી રહી ગયેલ બાળકોને ઘરે-ઘરે ફરીને ટીપા પીવડાવવામાં આવશે.
જિલ્લામાં સમાવિષ્ટ તમામ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર અને મોરબી શહેરના સ્લમ વિસ્તારમાં ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાઈવે, જાહેર સ્થળ ઉપર બાળકોને પોલિયોના ટીપા પિવડાવવામાં આવશે. મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાના શ્રમિકોના બાળકો માટે અને વાડી વિસ્તારમાં રહેતા શ્રમિકોના બાળકો માટે મોબાઈલ ટીમ દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.
મોરબી જિલ્લામાં પોલિયોના ટીપા પીવડાવવાની કામગીરી માટે કુલ 600 આરોગ્ય કર્મચારીની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવશે. ઉપરાંત 30 રૂટ સુપરવાઈઝર અને 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર અને 4 તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સુપરવિઝન કરવામાં આવશે. 8 ડિસેમ્બરે 0 થી 5 વર્ષના બાળકોને નજીકના પોલિયો બુથ ઉપર જઈ પોતાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સંજય શાહ દ્વારા મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.
