હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા
હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ
SHARE
હું કોઈનું કશું ચલાવી લેવાનો નથી, મોરબીની આયુષ હોસ્પિટલમાં 21 મહિનામાં PMJAY ના 11,393 કલેમ કરાયા હોય કલેકટરે કર્યો તપાસનો આદેશ
સમગ્ર ભારતમાં મધ્યમા વર્ગના દર્દીઓને સારી સારવાર માટે તે માટે કેન્દ્ર સરકારે પીએમજેએવાય યોજના અમલમાં મુકેલ છે જો કે, તેની અમલવારીમાં યેનકેન પ્રકારે કૌભાંડ કરવામાં આવે તેવું ગુજરાતમાં સામે આવ્યું છે તેવામાં મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલમાં છેલ્લા 21 માહિનામાં 11393 કલેમ કરવામાં આવેલ છે જેથી કરીને કૌભાંડની શક્યતાઓ સેવાઇ રહેલ છે આ બાબતે જિલ્લાના કલેક્ટર દ્વારા તપાસનો આદેશ કરવામાં આવેલ છે.
સરકારે પીએમજેએવાય યોજના લોકોના લાભાર્થે અમલમાં મૂકવામાં આવેલ છે તેનો લાભ હજારો નહીં લાખો લોકોને મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં આ યોજનાનો ગેરલાભ જુદીજુદી હોસ્પિટલો દ્વારા યેનકેન પ્રકારે લેવામાં આવે તેવી ઘટનાઓ પણ બનેલ છે ત્યારે મોરબીના સવાસર પ્લોટ વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પીટલમાં છેલ્લા 21 માહિનામાં 11393 કલેમ કરવામાં આવેલ છે જે જીલ્લામાં સૌથી વધી કલેમ હોવાથી અહી કૌભાંડ થયું હોવાની શક્યતા સેવાઇ રહી છે જેથી કરીને હોસ્પિટલના ડાયરેકટર ચેતનભાઈ અઘારાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી તેમાં જણાવ્યુ હતું કે, તેઓની હોસ્પીટલમાં તમામ ફેકલ્ટીના ડોક્ટર છે અને દર્દીઓને વધુમાં વધુ સારી સુવિધાઓ મળે તે માટે દરેક યોજનામાં કામ કરવામાં આવે છે જેથી કરીને દર્દીઓની સંખ્યા અને કેસની સંખ્યા વધારે છે.
અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા 20 મહિનામાં મોરબી જીલ્લામાં જુદીજુદી ખાનગી હોસ્પિટલમાં 20,297 જેટલા ઓપરેશન કરવામાં આવેલ છે અને તેના કલેમ કરવામાં આવેલ છે જેમાં સૌથી વધુ કલેમ મોરબીની આયુષ હોસ્પિટલના છે. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ જીલ્લામાં કુલ મળીને 14057 જેટલા ક્લેમ અત્યાર સુધીમાં પાસ કરવામા આવેલ છે જો કે, 6100 જેટલા કલેમ હજુ પેન્ડિંગ છે. અને જે રકમ ચૂકવવામાં આવી છે તેમાં જુદીજુદી પાંચ ખાનગી હોસ્પિટલને 37.24 કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવેલ છે. જે પાંચ ખાનગી હોસ્પિટલને રકમ ચૂકવવામાં આવેલ છે તેમાં વેદાંત ચિલ્ડ્રન હોસ્પિટલ, આયુષ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, સદભાવના હોસ્પિટલ અને જે.આર. હોસ્પિટલ સહિતનો સમાવેશ થાય છે.
તાજેતરમાં અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનની વિગતો સામે આવેલ છે જેમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવેલ છે ત્યારે મોરબીમાં પણ માત્ર 21 માહિનામાં 20 હાજર થી વધુ કલેમ જુદીજુદી હોસ્પિટલો દ્વારા કરવામાં આવેલ છે જેથી કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઇ રહી છે ત્યારે કલેકટર કે.બી.ઝવેરીએ પત્રકારોને કહ્યું હતું કે, હું કોઈનું કશું જ ચલાવી લેવાનો નથી. જો કોઈ હોસ્પીટલમાં ખોટા માણસો કે ખોટા ઓપરેશના દર્શાવીને કલેમ કરવામાં આવેલ હોવાનું સામે આવશે તો જે તે સંસ્થાની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને આ બાબતે તેઓને તપાસનો આદેશ કરેલ છે અને ગાંધીનગરથી પણ ટીમને બોલાવવામાં આવશે. જેના દ્વારા ખાસ કરીને હોસ્પિટલના બેડની સુવિધા, દર્દીને આપવામાં આવતી સુવિધા વિગેરે બાબતોને ચેક કરવામાં આવશે.
રાજ્યભરની હોસ્પિટલો પીએમજેએવાય દર્દીઓના લાભર્થે અમલમાં મૂકવામાં આવેલ છે જો કે, તેનો ગેરલાભ કેટલીક સંસ્થાઓ દ્વારા લેવામાં આવતો હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે મોરબીની જુદીજુદી પાંચ પૈકીની એક જ હોસ્પીટલમાં 11393 જેટલા કલેમ કરવામાં આવેલ છે જેથી કરીને તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે અને કલેકટરે હાલમાં તપાસનો આદેશ પણ કરેલ છે જેથી કરીને આગામી દિવસોમાં ચોકાવનારા સત્યો સામે આવી શકે છે.