વાંકાનેરમાં ધારાસભ્ય જીતુભાઈની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો
હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા
SHARE
હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ધારાસભ્ય- કલેક્ટર હાજર રહ્યા
હળવદ ખાતે હળવદ તાલુકા કક્ષાએ રવિ કૃષિ મહોત્સવ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ શુભારંભ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા. મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયા તથા મોરબી કલેક્ટર કે.બી. ઝવેરી સહિતના હાજર રહ્યા હતા. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે હળવદ તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ધારાસભ્ય તથા કલેક્ટર દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે અમલમાં મૂકવામાં આવેલ વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રવિ કૃષિ મહોત્સવના કાર્યક્રમમાં અંદાજિત ૭૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.