ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો
વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









વાંકાનેરની મુમના શેરીમાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
વાંકાનેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતી પરિણીતાએ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના સસરાએ પોલીસને જાણ કરતાં પોલીસે આ બનાવની નોંધ કરી મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે
બનાવની જાણવા મળતી તો મને વાંકાનેર શહેરમાં આવેલ મુમના શેરીની અંદર રહેતા મહંમદઅસ્લમ વડાલીયાના પત્ની અનીષાબેન (ઉંમર ૩૦) એ પોતાના ઘરની અંદર દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતક મહિલાના સસરા રહિમભાઈ વડાલીયાએ પોલીસને ફોન કરીને જાણ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે તેમના પુત્રવધુએ ઘરમાં હૂક સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતક મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્નગાળો આઠ વર્ષનો છે અને કયા કારણોસર મહિલાએ આપઘાત કરે છે તે દિશામાં હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે
