વર્ષ બદલાયું સમસ્યા ઠેરની ઠેર !: મોરબીવાસીઓને રોડ રસ્તા, લાઈટ, પાણી, ઢોરની સમસ્યામાંથી મુક્તિ કયારે?
ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો
SHARE









ટંકારાના હમીરપરમાં પરિણીતાને સસરા અને જેઠે પાઇપ વડે માર માર્યો
ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતી પરિણીતાને તેના સસરા અને જેઠ દ્વારા પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને પ્રાથમિક સારવાર નેકનામ પીએચસીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા જીગ્નેશભાઈ સીતાપરાના પત્ની અપેક્ષાબેન (ઉમર ૨૫)ને તેના સસરા પ્રભુદાસભાઈ અને જેઠ આનંદભાઈએ લોખંડના પાઇપ વડે શરીરે અને માથામાં માર માર્યો હતો જેથી કરીને તેને ઇજાઓ થવાના કારણે નેકનામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ પડધરી અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ પરણિતા સાસુ-સસરાની સાથે રહે છે અને તેને સંતાન નથી જો કે, કયા કારણોસર પરિણીતાને તેના સસરા અને જેઠ દ્વારા માર મરવામાં આવેલ છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
