મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવાઇ
SHARE
મોરબીના જલારામ પ્રાર્થના મંદિરે જલારામ બાપાની ૨૨૨ મી જન્મજયંતિ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ઉજવાઇ
પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યું: પ્રભાતધૂન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો
મોરબીને છોટે વીરપુર તરીકે ઓળખવામાં આવે છે કેમ કે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ જલારામ બાપના મંદિરે દર વર્ષે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને સંતો મહંતોના હસ્તે જલારામ બાપના જન્મ દિનની કેક કવામાં આવી હતી આ વર્ષે જલારામ બાપની ૨૨૨ મી જન્મ જયંતી નિમિતે વિશેષ વ્યક્તિઓના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ પ્રભાતધૂન, જલારામબાપાનુ પૂજન, અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, વૈદિક યજ્ઞ, બપોરે-સાંજે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો રાખવામા આવેલ છે
આજે સંત સિરોમણી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૨ મી જન્મ જયંતિ આવી રહી છે ત્યારે દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આજે જલારામબાપાની ૨૨૨મી જન્મજયંતિએ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે પૂ. જલારામ બાપા નુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ, સાંજે ૫ કલાકે વૈદિક યજ્ઞ, ૬:૩૦ કલાકે મહાપ્રસાદ નુ આયોજન કરવા મા આવ્યુ હતું
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયાર મા વર્ષે ફાયર બ્રિગેડ ના જવાનો દ્રારા કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ. ત્યારે આ વર્ષે પણ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી તેમના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામા આવી હતી તેમ આયોજકો વતી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.