મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં લેન્ડ ગ્રેબીંગ કેસમાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબીંગ કેસ (જમીન પચાવી પાડવા) ના કાયદા હેઠળ ધરપકડ થયેલ આરોપીઓ ધીરજભાઈ દેવશીભાઈ શીહોરા (ઠાકોર) નો જામીન ૫૨ છુટકારો થયેલ છે.

હળવદ પોલીસ મથકે ફરીયાદીએ એવી ફરીયાદ આપેલ કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની કેદારીયા ગામની સીમમાં રેવેન્યુ સર્વે નં.૪૦૦૧/૩ વાળી જમીનમાં આ કામના આરોપીએ અનઅધીકૃત રીતે ગેરકાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી જમીનમાં આરોપીઓએ આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની હળવદ પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતીબંધ કાયદાની કલમ૩, ૪(૧), ૪(૩), ૫(સી) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલી. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીર્દોષ છે. ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે.આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે. અમો આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી. પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી. તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ.આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન ઉપર છોડવાનો હુકમ થયેલ છે. આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીય૨ ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, જે.ડી.સોલંકી, કલ્પેશ શંખેસરીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News