મોરબીમાં પતિના મિત્રએ પરિણીતા ઉપર દાનત બગાડી બાળકી સાથે પણ અડપલા કર્યા: આરોપી જેલ હવાલે
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1734067710.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731662272.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1733930099.jpg)
મોરબીમાં પતિના મિત્રએ પરિણીતા ઉપર દાનત બગાડી બાળકી સાથે પણ અડપલા કર્યા: આરોપી જેલ હવાલે
મોરબીના નવલખી રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની પરણીતા ઉપર તેના પતિના મિત્રએ દાનત બગાડી હતી અને તેણીને સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની 11 વર્ષની દીકરી સાથે પણ અડપલા કર્યા હતા જેથી ભોગ બનેલ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ છે.
હાલમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતી એક પરણીતાએ થોડા દિવસો પહેલા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પતિના મિત્ર એવા શાહરૂખ દિલાવર પીંજારા રહે. યમુનાનગર વાળાએ પરિચય કેળવીને તેણીની ઇચ્છા વિરુદ્ધ તેની સાથ દુષ્કર્મ કર્યું હતું અને તે ઉપરાંત ભોગ બનનાર મહિલાની 11 વર્ષની દીકરી સાથે પણ અડપલા કર્યા હતા જે અંગે ભોગ બનેલ પરિણીતાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પીઆઇ એન.એ.વસાવા દ્વારા આરોપી શાહરૂખ દિલાવર મુલતાની જાતે પિંજારા (31) રહે. યમુનાનગર શેરી નં-5 વીસીપરા પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા હાલ તેને જેલ હવાલે કરવામાં આવેલ છે.
પરણીતા સારવારમાં
મોરબીના દરિયાલાલ કાંટા પાસે આવેલ નટરાજ કંપની ખાતે રહેતા ઉર્મિલાબેન નરેન્દ્રભાઈ રાવલ નામની 21 વર્ષની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર તા. 10 ના રાત્રીના આઠેક વાગ્યે ટાઇલ્સ ક્લીનર પી લીધું હતું જેથી તેને સિવિલે સારવાર માટે લઈને આવ્યા હતા અને વધુમાં પોલીસોને જણાવ્યા પ્રમાણે તેનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે અને સંતાન નથી અને હાલ આ બનાવની આગળની તપાસ ડી.એમ. રાંકજા ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના નવલખી રોડ સેંટ મેરી સ્કૂલ પાસે આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા આરતીબેન રૂપેશભાઈ વાઘેલા નામના 26 વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફિનાઇલ પી ગયા હતા. જેથી કરીને સારવાર માટે સિવિલે લાવવામાં આવતા હાલ સ્ટાફના આર.એમ. ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે તેવું પોલીસે જણાવ્યુ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)