મોરબીના રંગપર પાસેથી કોહવાય ગયેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: તપાસ શરૂ
વાંકાનેરના સરતાનપર રોડે યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત
SHARE
વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં યુવાને ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કારખાનાના કમ્પાઉન્ડ વોલ પાસે ઝાડની ડાળી સાથે દોરી બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને તેના મૃત્યુને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઓડિસાના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ વોરોલી પ્લાસ્ટ નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા ગૌતમ નિરંજન (26) નામના યુવાને કારખાનાની કમ્પાઉન્ડ વોલ પાસે આવેલ પીપળના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે નરેન્દ્રભાઈ દલસાણીયા લઈને આવ્યા હતા અને આ બનાવની તેઓએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂના ગુનામાં આરોપી પકડાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી આરોપી ફરાર હતો જેની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડીને એ ડિવિઝન પોલીસને સોંપી આપેલ છે જેની મળતી માહિતી મુજબ વર્ષ 2022 માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દારૂનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે તે સમયે એક આરોપી ફરાર હતો તે પ્રકાશ શ્વેતાનારામ સાહુ બિશ્નોય (25) રહે. ઓલિયા કી ઠાણી ચુરા ગામ તાલુકો જીલ્લો જાલોર રાજસ્થાન વાળાને બનાસકાંઠાના થરાદમાંથી પકડવામાં આવેલ છે અને આરોપીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપી દેવામાં આવેલ છે.