મોરબીમાં લહેરૂ એજ્યુ ટ્ર્સ્ટ અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્રારા રાહતદરે અડદિયા વિતરણ
મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત
SHARE
મોરબી જીલ્લામાં સસ્તા અનાજની દુકાનોએ ચાલતી લાલિયાવાડીની મુખ્યમંત્રી સુધી રજૂઆત
મોરબી જીલ્લામાં ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી અને સસ્તા આનાજની દુકાનના ઘણા પ્રશ્નો છે જેથી કરીને રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે માટે આ અંગે યોગ્ય તપાસ કરીને યોગ્ય નિર્ણય કરવામાં આવે તે માટે મોરબીના જાગૃત નાગરિકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગરમાં રજૂઆત કરી છે.
મોરબીમાં રહેતા પી.પી. જોષીએ હાલમાં ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકને તથા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, ગરીબી રેખા હેઠળ આવતા લોકોને રેશનકાર્ડ આધારે મફત અનાજ આપવામાં આવે છે પરંતુ ગ્રાહકને સમયસર રાશન મળતુ નથી, જેથી લોકોને ઘણી મુષેકલીનો સામનો કરવો પડે છે અને તંત્ર વાહકોની બેદરકારીના લીધે રાશનકાર્ડ ધારકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને લોકોને બજારમાંથી નાછૂટકે અનાજ લેવું પડે છે. આમ સરકાર કરોડો રૂપીયા ખર્ચે તો પણ પુરવઠા ખાતાના અધિકારી અને દુકાનદારો વચ્ચે તાલમેલ ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે. જેથી કરીને સાસતા અનાજની દુકાનોની સંચાલન કોઈ સંસ્થા, ટ્રસ્ટ કે ગ્રામ પંચાયતને આપવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, સસ્તા અનાજના દુકાનદારોની માંગણીઓને સંતોષવામાં આવતી નથી જેથી કરીને તેઓ નાછુટકે હળતાલ કરે છે અને લોકોને અનાજ સહિતની વસ્તુઓ લેવા માટે હેરાન થવું પાસે છે. જેથી આ બાબતોને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગકરી છે.