મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લહેરૂ એજ્યુ ટ્ર્સ્ટ અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્રારા રાહતદરે અડદિયા વિતરણ 


SHARE







મોરબીમાં લહેરૂ એજ્યુ ટ્ર્સ્ટ અને પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્રારા રાહતદરે અડદિયા વિતરણ 

મોરબીના શ્રી લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી શુદ્ધ ઘી ના અડદિયા બનાવવામાં આવેલ છે.જેનું તા.૧૭ તથા ૧૮ ડિસેમ્બરના રોજ ડો. બી.કે.લહેરૂનું દવાખાનું, શનાળા રોડ, મોરબી ખાતેથી થશે.અત્રે નોંધનીય છે કે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એ.કે.પટેલ હોલ ખાતે અગાઉ ૫૦૦ કિલોથી વધુ અડદિયા તૈયાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ ૨૦૦ કિલો અડદીયા તૈયાર કરવામાં આવેલ છે અને તેનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું અને તે ઉપરાંત આ વિતરણમાંથી જે કંઈ આવક થાય તેમાંથી મોરબી પાલિકાના સફાઈ કર્મચારીઓને પણ વિનામૂલ્ય અડદિયા વિતરણ કરવામાં આવ્યું હતું.તેમ ડો.બી.કે.લહેરૂએ જણાવેલ છે.વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૯૧૩૨ ૨૨૨૮૩ ઉપર સંપર્ક કરવા પણ યાદીમાં જણાવાયેલ છે.

તેમજ મોરબીના લક્ષ્મીનગર ગામે આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા પાંચ વર્ષથી શુદ્ધ ઘી તથા ડ્રાયફ્રુટથી ભરપૂર અડદિયા બનવાવામાં આવે છે.જેમા મોરબી વાસીઓ ખુબ સાથ સહકાર આપે છે.આ વખતે પણ લોકોની લાગણી અને માગણી ધ્યાને લઇને સંસ્થાએ આયોજન કરેલ છે જેમા પણ મોટા પ્રમાણમા લોકો સંસ્થાને સાથ સહકાર આપે અને આ આયોજનને સફળ બનાવે તેવી સંસ્થાના હાતિમભાઇએ આશા વ્યકત કરી છે.તેમજ આયોજનની અંદર જે કઈ  નફો થશે તે નફો નેત્રહિનોના વિકાસ અર્થે વાપરવામાં આવશે.બુકિંગ માટે ગણેશ સિમેન્ટ જીઆઈડિસી મો.૯૨૨૮૮ ૯૭૩૭૨, કવિન્સ કેક વસંત પ્લોટ, સ્ટેવેલ જીમની બાજુમાં મો. ૯૩૭૬૬ પર૩૬૦, સેલ્યુલ૨ વર્લ્ડ બાપા સિતારામ ચોક, રવાપર રોડ મો.૯૯૨૫૧ ૪૪૯૩3, પટેલ એન્ડ પટેલ પાન ઇન્ડસઇન્ડ બેંકની બાજુમાં, રવાપર રોડ મો.૯૯૭૮૦ ૯૮૪૮૪, વન અપ ટેલીકોમ ઓમ શોપિંગ સેન્ટર, રવાપર રોડ, હુસૈના જનરલ સ્ટોર નાની બજાર કે રાજ પ્લાસ્ટીક પરા બજાર, સૌરાષ્ટ્ર હોટલની સામે સંપર્ક કરવા જણાવાયેલ છે.






Latest News