મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર ક્લબ દ્વારા રાહતદારે ફૂલ છોડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરાશે


SHARE







મોરબીમાં નવરંગ નેચર ક્લબ દ્વારા રાહતદારે ફૂલ છોડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરાશે

મોરબીના ઉમિયા સર્કલ પાસે નવરંગ નેચર ક્લબ દ્વારા આગામી રવિવારે રાહતદારે ફૂલ છોડ અને અન્ય વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે જેમાં એકજોરા, જાસૂદ, મધુકામિની, રાતરાણી, ટગર, નાગરવેલ, મધુમાલતી, એરિકાપામ, મધુનાસીની, મલેસિયન સાગના રોપાનું રૂપિયા ૨૦ લેખે અને ઘણા બધા ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે તેમજ વિવિધ જાતના ફૂલછોડ, ગાય આધારિત વિવિધ ચીજવસ્તુઓ, એલોવેરા જેલ, અળસીયા અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, પ્લાસ્ટિકના ચબુતરા (રૂપિયા ૧૦), દેસી ઓસડીયા, પંચામૃત, લીંબુ, લીંબુ આદું, ઠંડાઈ, આંબડા વગેરેના પાવડર, હર્બલ ટી અને લીલા નાળિયેર (ત્રોફા), બહુનીયા, પેથોડિયા, કાજુ, બીગોનીયા અને ફલાય મેંગો વગેરે ફૂલછોડના રોપાનું રાહત દરે વિતરણ કરશે

આટલું જ નહીં બાજરાના ખાખરા, હાથે ખાંડેલા દેસી ઓસડિયા અને સફેદ ડાઘની આયુર્વેદિક દવા, નાગરવેલ, મોગરો ક્રોટોન, રસૂલીયા, ગાર્ડનીયા, જાસૂદ, મરી, એરિકા પામ, લાલ અને મિક્સ કાશ્મીરી ગુલાબ, દિનકા રાજા, મધુકામીની, મધુમાલતિ, લીલી, ખટુંબરા વગેરેનું રોપા ના ૨૦ રૂપિયા લેખે અને ફણસ, કાજુ, કપૂર અને ચીની ગુલાબના રોપાનું રાહત દરે વિતરણ કરશે આ ઉપરાંત અનેક વસ્તુઓ ત્યાં રાહત દરે વિતરણ કરવામાં આવશે આ બધું ખેડૂતો અને અન્ય લાભાર્થીઓ વેચવા આવે છે અને આ વેચાણ મોરબીના ઉમિયા સર્કલ પાસે તા ૧૪/૧૧ ના રોજ   સવારે ૮:30 થી બોપોરે ૧:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે અને વધુ માહિતી માટે નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલા (૯૪૨૭૫ ૬૩૮૯૮)અને મોરબીના લવજીભાઈ પ્રજાપતિ (૯૯૨૫૩ ૬૯૪૬૫) નો સંપર્ક કરવાનો રહેશે




Latest News