મોરબીમાં નવરંગ નેચર ક્લબ દ્વારા રાહતદારે ફૂલ છોડ અને અન્ય વસ્તુઓનું વિતરણ કરાશે
ટંકારાના લખધીર ગઢ પાસે વાડીએથી વાયરની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
SHARE
ટંકારાના લખધીર ગઢ પાસે વાડીએથી વાયરની ચોરીના ગુનામાં વધુ બે આરોપી ઝડપાયા
ટંકારાના લખધીર ગઢ ગામ પાસે આવેલ ડેમી-૨ ડેમ નજીકથી ઇલેક્ટ્રિક મોટરનો ૧૦૫૧ મીટર વાયર ચોરી કરવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા ખેડૂત દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૨૧ હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઇ હોવાની અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે અગાઉ બે આરોપીને પકડેલ હતા અને હાલમાં પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં ઍક આરોપીની ધરપકડ કરવાની બાકી છે
ટંકારા તાલુકાના લખધીર ગઢ ગામે રહેતા અમરશીભાઈ કરસનભાઈ પટેલની વાડીએ ઇલેક્ટ્રિક મોટર ફિટ કરવામાં આવેલ હતી તેનો કેબલ વાયર ૧૦૫૧ જેની કિંમત ૨૧૦૦૦ રૂપિયા હતી તેની તા ૧૪/૭ ની રાત્રી દરમિયાન કાપીને ચોરી કરવામાં આવી હતી જેથી ૨૧ હજાર રૂપિયાની કિંમતના વાયરની ચોરી થઈ હોવા અંગેની અમરશીભાઈ કોરીંગાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને અને અગાઉ આ ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને આ ગુનામાં હાલમાં વધુ બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં ગોવિંદભાઇ કેશુભાઈ વાઘેલા અને કરીમભાઈ ગોવિંદભાઇ વાઘેલા રહે, બંને ધવાવા હાઉસિંગ બોર્ડ વાળાનો સમાવેશ થાય છે અને હજુ એક આરોપીની ધરપકડ કરવાની બાકી છે