મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે 18 આગેવાનોની દાવેદારી
SHARE
ગુજરાતનાં જુદાજુદા જિલ્લાના પ્રમુખની પસંદગી કરવા માટેની કાર્યવાહી આજે કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ માટે પણ આગેવાનો દ્વારા દાવેદારી સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ છે. અને ચૂંટણી અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ કુલ મળીને મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે અને તેની સાથે ચંદુભાઈ હુંબલ અને રજનિભાઈને પણ મોરબી જીલ્લામાં જવાબદારી સોપવામાં આવેલ છે જેથી તેઓ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોચ્યા હતા અને જે આગેવાનોને દાવેદારી કરવી હોય તેમના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા આજે જે ફોર્મ ભરવામાં આવેલ છે તેમાં જિલ્લાના હાલના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપના વર્તમાન મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે. એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરબીના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ રસિકભાઈ વોરા, ભાણજીભાઈ વરસડા, વાસુદેવભાઈ સિણોજીયા, જીતુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઝાલા, ભગવાનજીભાઈ મેર અને ગોરધનભાઈ સરવૈયાએ દાવેદારી નોંધાવી છે. અને આજે સાંજે સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને ધારાસભ્યો તેમજ સાંસદની હાજરીમાં જિલ્લા સંકલનની બેઠક મળશે ત્યાર બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાંથી આગામી સપ્તાહના અંત સુધીમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર કરી દેવામાં આવશે. તેવું જાણવા મળેલ છે