મોરબીના ઘુંટુ ગામ પાસે ફોરટ્રેકની બંને બાજુએ બનાવેલ ગટરના કામમાં લોટ પાણીને લાકડા: ગામ લોકોનો આક્ષેપ
મોરબીમાં ગુજરાતના મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી-રિહેબિલિટેશન સેન્ટર ટીમ દ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન
SHARE
મોરબીમાં ગુજરાતના મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી-રિહેબિલિટેશન સેન્ટર ટીમ દ્વારા નિ:શુલ્ક કેમ્પનું આયોજન
મોરબીમાં ગુજરાતના સૌપ્રથમ મલ્ટી સ્પેશિયાલિટી ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશન સેન્ટરની ટીમ દ્વારા નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયેલ છે.
ડિવાઈન રિહેબિલિટેશન સેન્ટર-રાજકોટ અને ફિઝિયોકેર શ્રી સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર-મોરબીના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
નીચે મુજબની તકલીફ વાળા દર્દીઓ આ કેમ્પનો લાભ લઈ શકશે.
-સાંધાના ઓપરેશન/ ફ્રેકચર પછી જકડાયેલા સાંધા
-સાઈટીકા/ગાદી ખસવી/સાંધા કે ઘૂંટણના વા, સ્નાયુના દુ:ખાવા કે સાંધાના ઘસારા
-દરેક પ્રકારના લકવા તથા પેરલિસિસ માટે, કંપવા, બેલેન્સ પ્રોબ્લેમ
-સ્નાયુ, મગજ અને ચેતાતંત્રનાં રોગો
-જન્મજાત ખોડખાંપણ/સેરેબ્રલ પાલ્સી, ઓટીઝમ, લર્નિંગ પ્રોબ્લેમ, હાઇપર એક્ટિવ વગેરે તકલીફો ધરાવતા બાળકો
-બોલવાને લગતી તકલીફો તોતડું બોલવું, બાળકનું બોલી ન શકવું, બોલવામાં અચકાવું, ઓપરેશન પછી બોલવાની તકલીફ, જાડો-પાતળો કે ઘોઘરો અવાજ, પક્ષઘાતના હુમલા પછી બોલવાની તકલીફ, ખોરાક ગળવામાં તકલીફ ધરાવતા વ્યક્તિઓ.
-હાયપરએક્ટીવીટી, બાળકને થતી ભણવાને લગતી તકલીફ, જીદ્દી સ્વભાવ, કાઉન્સેલિંગ (વ્યક્તિગત કે પારિવારિક પ્રશ્નો માટે), યાદ ન રહેવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ, I.Q ટેસ્ટ, પર્સનાલિટીને લાગતા પ્રશ્નો, શારીરિક કે માનસિક ખોડખાંપણ ધરાવતાં બાળકો/વયસ્કો, ઓછી એકાગ્રતા કે માનસિક અસ્વસ્થતા ધરાવતા વ્યક્તિઓ
કાનમાં રસી કે ઈન્ફેકશનની ફરિયાદ, સાંભળવાની તકલીફ, ચાલતી કે ઉભા થતી વખતે ચક્કર આવવા, વાત કરવામાં બેધ્યાનપણું, કાનમાં દુ:ખાવાની ફરિયાદ, કાનમાં સીટી, ધાક પડવી કે તમરાં બોલવાની ફરિયાદ ધરાવતા વ્યક્તિઓ
આ કેમ્પ તારીખ : ૫/૧/૨૦૨૫ ને રવિવારે સવારે ૯:૩૦ -૧૨:૩૦ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદીરની પાછળ, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, મોરબી ખાતે યોજાશે.
કેમ્પમાં સામેલ નિષ્ણાંત ડોક્ટર:
કુંજ વછરાજાની (ડિરેક્ટર અને સ્પીચ પેથોલોજીસ્ટ) બોલવામાં થતી તકલીફોનાં નિષ્ણાંત, ડો. કેશા અગ્રવાલ (ન્યૂરોફિઝિયોથેરાપીસ્ટ, ફિઝિયોકેર –મોરબી) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, ડો.કૃતિ દેસાઈ(ન્યુરો ફિઝિયોથેરાપીસ્ટ) મગજ કરોડરજ્જુ અને બાળકોની તકલીફોનાં નિષ્ણાંત, બંસી સરધારા (ઓડીયોલોજીસ્ટ) સાંભળવામાં થતી તકલીફોનાં નિષ્ણાંત, પરવીઝા પઠાણ અને ખુશી વ્યાસ (રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ) માનસીક રોગનાં નિષ્ણાંત સેવા આપશે.
નોંધ : આ કેમ્પમાં બતાવવા આવનાર દર્દીએ મો. ૯૦૧૬૯ ૪૮૧૩૭ અથવા ૮૧૬૦૨ ૮૨૪૫૬ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.
(જુના રીપોર્ટસ સાથે લાવવા)