આગામી ફેબ્રુઆરીની શરૂઆતમા ભારતભરના રાજપૂત સમાજના ૧૦૦૦ દીકરાઓ માટે ૨૧ દિવસીય તાલીમ કેમ્પનું આયોજન મોરબીના મહેન્દ્રનગરથી બહુચરાજી મંદિર સુધીની પદયાત્રા માટે 200 લોકોનો સંઘ રવાના મોરબીમાં જલારામ જયંતીની ભવ્ય ઉજવણી કરવા માટે તડામાર તૈયારી શરૂ: આયોજકોની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના ગોર ખીજડીયા નજીક નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાથી અસંખ્ય માછલાંના મોત મોરબી: નજીવી વાતમાં કારખાનેદાર અને તેની પત્નીએ શ્રમિકને માર મારતા બંને સામે ગુનો નોંધાયો મોરબી નજીક ટ્રેન હેડફેટે ચડી જવાથી યુવાનનું મોત, વાંકાનેરના જામસર પાસે બાઈક ઉપરથી પડી જતા યુવાનનું મોત માળીયા (મી)ના વાગડીયા ઝાપા પાસેથી 197 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા: 2.01 લાખનો મુદામાલ કબ્જે મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાંથી પ્રતિબંધિત 19 ચાઈનીઝ ફીરકી સાથે બે પકડાયા


SHARE



























મોરબી શહેર-તાલુકામાંથી પ્રતિબંધિત 19 ચાઈનીઝ ફીરકી સાથે બે પકડાયા

મોરબી શહેર અને જિલ્લામાં ચાઈનીઝ ફીરકી અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ઘણી જગ્યાએ ચાઈનીઝ ફીરકીનું વેચાણ થતું હોય છે અગાઉ ચાઈનીઝ ફીરકીનો સંગ્રહ કરનાર અને વેચનારને પકડવામાં આવ્યા હતા ત્યારબાદ મોરબી શહેર અને તાલુકા વિસ્તારમાંથી 19 પ્રતિબંધિત ચાઈનીઝ ફિરકી સાથે બે શખ્સ પકડવામાં આવ્યા છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસ દ્વારા સતત બીજા દિવસે ચાઇનીઝ ફીરકીના જથ્થા સાથે એક શખ્સને પકડવામાં આવેલ છે.જેની પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક ઓરીયન્ટલ બેંક વાળી શેરીમાં ચાઈનીઝ ફીરકીનું વેચાણ થતું હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી.ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધ 15 ચાઈનીઝ ફીરકી મળી આવતા પોલીસે 3,000 ની કિંમતનો મુદામાલ કર્યો હતો અને માલ વેચનાર અજય મનસુખભાઈ વરાણીયા (28) રહે. ત્રાજપર મોરબી-૨ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે જાહેરનામાના ભંગ સબબ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આવી જ રીતે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા લક્ષ્મીનગર ગામના બસ સ્ટેશન પાસે પતંગ દોરાનું વેચાણ કરવામાં આવતું હતું ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાર ચાઈનીઝ ફિરકી મળી આવતા 800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વેચાણ કરનાર અર્જુન પોપટભાઈ કુંઢીયા (19) રહે.ભીમસર ત્રણ માળીયા કવાર્ટર મોરબી-૨ ની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામા ભંગ સબબનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News