મોરબી શહેર-તાલુકામાંથી પ્રતિબંધિત 19 ચાઈનીઝ ફીરકી સાથે બે પકડાયા
મોરબીના શનાળા ગામે દારૂની બોટલો સહિત કુલ 28,695 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
SHARE
મોરબીના શનાળા ગામે દારૂની બોટલો સહિત કુલ 28,695 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
મોરબીના સનાળા ગામ પાસે દુકાન નજીકથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે દારૂ અને મોબાઈલ ફોન મળીને 28,695 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને એક શખ્સનું નામ સામે આવતા કુલ બે શખ્સોની સામે એ ડિવીજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી એ ડિવિજન પોલીસની ટીમ દ્વારા મોરબીના શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં દુકાન પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 3695 ની કિંમતનો દારૂનો જથ્થો તથા 25 હજાર રૂપિયાની કિંમતનો એક આઇફોન મોબાઈલ આમ કુલ મળીને 28,695 નો મુદ્દામાલ કબજે કરીને આરોપી ધર્મેશ અનિલભાઈ મુંજારીયા (32) રહે. સનાળા ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન વિકી આહીર રહે સનાળા વાળાનું નામ સામે આવ્યું હોય તે બંનેની સામે એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને વિકી આહીરને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
ત્રણ ચપલા સાથે એક પકડાયો
મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર પોસ્ટ ઓફિસ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને તેની પાસે રહેલ કાળા કલરની થેલી ને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વિજય રમેશભાઈ શુક્લા (28) રહે રણછોડનગર શાંતિવન સ્કૂલની પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
કારમાં નુકશાનની ફરીયાદ
માળીયા મીયાણા ની ભીમાસર ચોકડીથી આગળના ભાગમાં અમદાવાદ હાઈવે રોડ ઉપરથી વડોદરા ખાતે રહેતા મેહુલભાઈ મહેન્દ્રકુમાર પ્રજાપતિ (49) નામનો યુવાન પોતાની ગાડી નંબર જીજે 6 એચડી 3987 લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર જીજે 39 ટી 8856 ના ચાલકે ફરિયાદીની ગાડીમાં ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને કારમાં નુકસાન થયું હોય મેહુલકુમાર પ્રજાપતિ એ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધી આરોપી પીરમહોમદ ફુસેખાન મંગળિયા (30) રહે. મદુરાસર રાજસ્થાન વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.