મોરબી : કામે જવા બાબતે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત
મોરબી બંધુનગર ગામ નજીક આગળ જતા ટ્રકમાં પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું મોત
SHARE
મોરબી બંધુનગર ગામ નજીક આગળ જતા ટ્રકમાં પાછળ બાઈક ઘુસી જતા યુવાનનું મોત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ પાસે પાણીના ટાંકા નજીકથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે તે બાઈક આગળ જઈ રહેલા કોઈ અજાણ્યા ટ્રકની પાછળ અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં બાઈક ચલાવી રહેલા યુવાનને માથા અને મોઢામાં ગંભીર ઇજાઓ થઈ હોવાથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ પંચમહાલ જિલ્લાના રહેવાસી સુરેશભાઈ ભરતસિંહ પટેલ (49) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના મૃતક દિકરા રવિન્દ્રકુમાર સુરેશભાઈ પટેલ (28) ની સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ બંધુનગર ગામ નજીક પાણીના ટાંકા પાસેથી તેનો દીકરો રવિન્દ્રકુમાર પટેલ બાઇક નંબર જીજે 17 સીએલ 1417 લઈને પસાર થઈ રહ્યો હતો.ત્યારે આગળના ભાગે જઈ રહેલા કોઈ અજાણ્યા ટ્રકની પાછળના ભાગમાં તેનું બાઇક અથડાયું હતું બનાવમાં ફરિયાદીના દીકરાને શરીરે, મોઢામાં અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાના કારણે તેનુ મોત નીપજ્યું હતું.આ અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.