મોરબીના શનાળા ગામે દારૂની બોટલો સહિત કુલ 28,695 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ
મોરબીમાં પ્રમિકા સાથે ફોનમાં વાત કરવા બાબતે અણબનાવ થતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત
SHARE
મોરબીમાં પ્રમિકા સાથે ફોનમાં વાત કરવા બાબતે અણબનાવ થતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબી નજીકના ઘુંટુ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને પ્રેમ સંબંધ હતો અને તે તેની પ્રેમિકા સાથે ફોન ઉપર વાત કરતો હતો.જોકે કોઈ બાબતે અણબનાવ થતા યુવાનને લાગી આવતા તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર લગાવેલા પંખા સાથે રબરની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને યુવાનનું મોત નીપજ્યું હતુ.ત્યારબાદ મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરતા પોલીસએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીના ઘુંટુ ગામ પાસે આવેલ સનારીયા સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો પ્રિયાંશુ જયગોવિંદ પટેલ (25) નામના યુવાને લેબર કોલોનીમાં બીજા માળે આવેલ રૂમ નંબર 32 માં લગાવેલ પંખા સાથે રબરની પટ્ટી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.જે બનાવની મૃતક યુવાનના ભાઈ હિમાંશુભાઈ જયગોવિંદભાઈ (26) રહે.બાવળા મૂળ રહેવાસી યુપી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો અને ફોનમાં વાતચીત કરતો હતો.જે બાબતે અણબનાવ થતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું અને તેણે પોતે પોતાની જાતે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે.જે અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.