મોરબીમાં પ્રમિકા સાથે ફોનમાં વાત કરવા બાબતે અણબનાવ થતા યુવાને અંતિમ પગલુ ભરી લેતા મોત
યે અંદર કી બાત હૈ: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે બક્ષિપંચ-પાટીદાર વચ્ચે કાંટેકી ટક્કર, લોબિંગ ચાલુ
SHARE
યે અંદર કી બાત હૈ: મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે બક્ષિપંચ-પાટીદાર વચ્ચે કાંટેકી ટક્કર, લોબિંગ ચાલુ
ગુજરાતનાં જુદાજુદા જિલ્લાના પ્રમુખની પસંદગી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ માટે પણ આગેવાનો દ્વારા દાવેદારી સાથે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવેલ હતા ત્યારે મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ છે. ત્યાર બાદ ચૂંટણી અધિકારી અને જિલ્લાના ધારાસભ્યો અને સાંસદની સંલકનની બેઠક પણ મળી હતી અને હવે ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રો પ્રમુખ પદ માટે આવેલ છે તેની યાદ સોમવારે ગાંધીનગર કમલમ ખાતે પહોચડવામાં આવશે અને હાલમાં મોરબીમાં થઈ રહેલ ચર્ચા મુજબ મોરબીમાં પ્રમુખ પદ માટે પાટીદાર-બક્ષિપંચ વચ્ચે કાંટેકી ટક્કર જોવા મળી રહી છે પરંતુ પ્રમુખ પદનો તાજ કોના શિરે આવશે તે તો આગામી સમય જ બતાવશે અને હાલમાં લોબિંગ પણ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે
મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે અને તેની સાથે ચંદુભાઈ હુંબલ અને રજનિભાઈને પણ મોરબી જીલ્લામાં જવાબદારી સોપવામાં આવેલ છે જેથી તેઓ આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શનિવારે પ્રમુખ પદ માટેના આગેવાનોએ દાવેદારી કરીને ફોર્મ ભર્યા હતા અને જે આગેવાનો દ્વારા ફોર્મ ભરવામાં આવેલ છે તેમાં જિલ્લાના હાલના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપના વર્તમાન મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે. એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરબીના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ રસિકભાઈ વોરા, ભાણજીભાઈ વરસડા, વાસુદેવભાઈ સિણોજીયા, જીતુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઝાલા, ભગવાનજીભાઈ મેર અને ગોરધનભાઈ સરવૈયાએ દાવેદારી કરી છે
ત્યાર બાદ શનિવારે સાંજે સર્કિટ હાઉસ ખાતે મોરબી જિલ્લાના ચૂંટણી અધિકારી અને ધારાસભ્યો તેમજ સાંસદની જિલ્લા સંકલનની બેઠક મળી હતી અને હવે મળી રહેલ માહિતી મુજબ મોરબી જીલલમાં જે આગેવાનોએ પ્રમુખની દાવેદારી સાથે ઉમેદરવારીના ફોર્મ ભરેલ છે તેની યાદ સોમવાર સાંજ સુધીમાં ગાંધીનગર કમલમ ખાતે પહોચી જશે અને ત્યાર બાદ ગુજરાત પ્રદેશ ભાજપમાંથી ચાલુ સપ્તાહના અંત સુધીમાં મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખનું નામ જાહેર કરી દેવામાં આવશે. જો કે, ભાજપમાં થઈ રહેલ ચર્ચા મુજબ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ બનાવ માટે જે ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ છે તે પૈકીનાં ઘણા આગેવાનો દ્વારા મોરબીથી લઈને ગાંધીનગર અને તેનાથી પણ ઉપર સુધી પોતાના છેડા લગાવીને પ્રમુખ બનાવ માટે લોબિંગ કરવામાં આવી રહ્યું છે. હાલમાં જેટલા ફોર્મ ભરવામાં આવેલ છે તેમાં તો પાટીદાર અને બક્ષિપંચ વચ્ચે પ્રમુખ પદ માટે કાંટેકી ટક્કર હોય તેવું દેખાઈ રહ્યું છે અને ભાજપમાં થઈ રહેલ ચર્ચા મુજબ મોરબી શહેર અને તાલુકામાં ભાજપના પ્રમુખ તરીકે પાટીદાર ચહેરાને તક આપવામાં આવી છે જેથી કરીને જિલ્લાના પ્રમુખમાં બક્ષિપંચ કે પછી અન્યને તક આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.