મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ-નીલકંઠ સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છતા માટે અનોખો પ્રયાસ
SHARE
મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ-નીલકંઠ સ્કૂલના બાળકો દ્વારા સ્વચ્છતા માટે અનોખો પ્રયાસ
મોરબીને મહાનગર જાહેર કરાયું ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા નીલકંઠ સ્કૂલથી સ્વાગત ચોકડી સુધી સ્વચ્છતા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના બાળકો અને સભ્યો દ્વારા દુકાને દુકાને જઈ કાપડની થેલી આપી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની સમજ આપવામાં આવી હતી અને અંદાજે રવાપર રોડ ની ૩૦૦ દુકાન ધારકો ને કચરા પેટી રાખવા અને કચરો પેટી માં જ નાખવાની સમજ આપવામાં આવી હતી અને વિના મૂલ્યે ૩૦૦ કાપડ ની બેગ વિતરણ કરવામાં આવી હતી જ્યારે હવે મોરબી મહાનગર બન્યું છે ત્યારે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવનારા દિવસોમાં અભિયાનને વધુ વેગવાન બનાવવામાં આવશે. અને વધુને વધુ કાપડની બેગ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે.