વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE











મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી બે ગાડીમાં કંપની ફોલ્ટ હોઈ રૂા.૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ તા.૨૮-૬-૨૩ થી ૯ ટકા વ્યાજ સાથે અને ૩૫,૦૦૦ તેમજ ૨૫,૦૦૦ અન્ય ખર્ચે સાથે એમજી મોટરસ ઇન્ડીયા પ્રા.લી ને ચુકવવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

કેસની વિગત એવી છે કે મોરબીના વતની અનવરભાઈ અલારખાભાઈ કાસમાણીએ એમજી મોટર ઈન્ડીયા પ્રા.લી એમ.જી. મોટર ઈન્ડીયા જેની ડીલરશિપ જય ગણેશ ઓટો કાર પ્રા.લી રાજકોટ પાસે છે તેમની પાસેથી એમ.જી. હેકટર અને બીજી કાર M.G ZSEV ઇલેકટ્રીક જેની કિંમત ૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ છે બંન્ને કારમાં કંપની મીસ્ટીક હતી. ગ્રાહકે વારંવાર કંપની તથા ડીલરને જાણ કરેલ પરંતુ દાદ આપેલ નહી એક કારને સુરતથી અમદાવાદ આવતાં બ્રેક ફેઇલ થઇ ગઈ અને બીજી કારને રાજકોટ રતનપર પાસે બ્રેક ફેઈલ થતાં બીજી કાર સાથે ટકરાઇ ગઇ કાર આપતી વખતે ગ્રાહકને કંપનીએ કહેલ કે પાંચ વર્ષની ગેરંટી છે. પરંતુ કંપની ફોલ્ટ હોઈ તેની સેવામાં ખામી જણાતા ગ્રાહકે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેઇસ દાખલ કરેલ કોર્ટ અનવરભાઈને રૂા.૨૪,૯૨,૬૮૦ અને ૧૮,૧૯,૫૪૩ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે તા.૨૮-૬-૨૩ થી તેમજ ૩૫,૦૦૦ અને ૨૫,૦૦૦ ખર્ચના ચુકવવાનો આદેશ કરેલ છે.કંપનીની મીસ્ટીક હોય તો કાં તો ગાડી બદલી આપવી જોઇએ અગર વ્યાજ સહીત રકમ પરત આપવી જોઇએ.ગ્રાહક અદાલતે ગ્રાહકને વ્યાજ સહીત બન્ને ગાડી વ્યાજ સહીત પરત અપાવી છે.કોઈપણ ગ્રાહકે વાહન કે વસ્તુ લેતા પહેલા ગેરેન્ટી અગર જે ટર્મસ અને કન્ડીશન જોઈ લેવી જરૂરી છે કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો આ સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા મંત્રી રામભાઈ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News