મોરબીમાં કારના ફોલ્ટ બાબતે ગ્રાહકને લાખો રૂપિયાની રકમ વ્યાજ સહિત પરત અપાવતું ગ્રાહક સુરક્ષા મંડળ
મોરબીમાં વિદ્યાર્થીની છેડતીના ગુનામાં પકડાયેલ ટ્યુશન ક્લાસીસના સંચાલકના શરતી જામીન મંજૂર
SHARE
મોરબીમાં વિદ્યાર્થીની છેડતીના ગુનામાં પકડાયેલ ટ્યુશન ક્લાસીસના સંચાલકના શરતી જામીન મંજૂર
મોરબીમાં ખાનગી ટ્યુશન ક્લાસીસમાં જતી વિદ્યાર્થીની સાથે ત્યાંના સંચાલક દ્વારા અડપલા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ મારફતે તેની જામીન અરજી મૂકવામાં આવી હતી અને તેમાં આરોપીને મોરબી જિલ્લા બહાર રહેવાનુ તે સહિતની શરતોના આધારે શરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાનગી ટ્યુશન ક્લાસીસ આવેલ છે અને તેના સંચાલક રવિન્દ્ર ત્રિવેદીની સામે ત્યાં અભ્યાસ કરવા માટે થઈને આવતી વિદ્યાર્થીનીની માતા દ્વારા અડપલા અને છેડતીની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી જે ગુનામાં પોલીસે આરોપી રવિન્દ્ર રમેશચંદ્ર ત્રિવેદીની ધરપકડ કરેલ હતી અને તેને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ, આધાર પુરાવા અને જુદીજુદી કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે જેમાં આ કેસનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી તેને જિલ્લાની બાહર રહેવાનુ, દર માહિનામાં તા 1 અને 15 ના રોજ પોલીસે સ્ટેશને હાજરી પુરાવવાની રહેશે, બે લાખ રૂપિયાના જાત જામીન તેમજ બે લાખ જામીનગીરી પેટે રોકડ જમા કરાવ્યેથી શરતોને આધીન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.