મોરબી : ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા નિ:શુલ્ક વિસરાતી જતી રમતોનો રમતોત્સવ યોજાશે ૧૪ વર્ષની કિશોરીને તેનાં પરિવાર સાથે મિલન કરાવતી મોરબી ૧૮૧ અભિયમ ટીમ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમે કલેકટરનું કર્યું સન્માન મોરબીમાં રઘુવંશી યુવક મંડળના હોદેદારો અને કથામાં પોથીના યજમાનોનું કરાયું સન્માન મોરબી નજીક ઓરડીમાંથી દારૂની 8 બોટલ-78 બીયર સાથે એકની ધરપકડ હળવદના સુસવાવ ગામના પાટીયા પાસે ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં મોરબીના વાડી વિસ્તારમાં પાર્ક કરેલ બોલેરો ગાડીની ચોરી હળવદમાં જૂના પ્રેમસબંધનો ખાર રાખીને યુવતીના બે ભાઈ સહિતના ચાર શખ્સોએ યુવાનને પાઇપ-ધોકા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આધાર કાર્ડની સરકારી કિટનો ઉપયોગ કરીને અરજદારોને લૂંટવાના ગુનામાં યુવતી સહિત વધુ બેની ધરપકડ


SHARE















મોરબીમાં આધાર કાર્ડની સરકારી કિટનો ઉપયોગ કરીને અરજદારોને લૂંટવાના ગુનામાં યુવતી સહિત વધુ બેની ધરપકડ

મોરબીમાં ખાનગીમાં સરકારી કિટનો ઉપયોગ કરીને આધાર કાર્ડની કામગીરી થતી હતી અને ત્યાં જતાં લોકો પાસેથી કામગીરી માટે 300 થી લઈને 5000 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવતો હતો જેથી કરીને પોસ્ટ માસ્તર દ્વારા ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક અને પોસ્ટમેન સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જેના આધારે પોલીસે પહેલા સંચાલક અને પોસ્ટ મેનને પકડીને તેના રિમાન્ડ મેળવ્યા છે ત્યાર બાદ આ ગુનામાં પોલીસે એક યુવતી સહિત વધુ બે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ શોપિંગ સેન્ટર ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામની દુકાન આવેલ છે જેમાં આધાર કાર્ડમાં સુધારા વધારા, ફેરફાર કે પછી નવા બનાવવાની કામગીરી કરવામાં આવતી હતી જો કે, અરજદારો પાસેથી સરકારે નક્કી કરેલ ફી મુજબ નહીં પરંતુ 300 થી લઈને 5000 સુધીના રૂપિયા લેવામાં આવતા હતા અને ત્યાં સરકારી કામ માટે જે કીટ ઉપયોગમાં લેવામાં આવતી હતી તે મોરબીના પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સરડવાની આઇડી નંબર 70035 વાળી કીટ હોવાનું સામે આવ્યું હતું.

જેથી કરીને ત્યાંના સંચાલક વિજય સરડવા આધાર કાર્ડની કામગીરી માટે અધિકૃત કરેલ ન હતા તો પણ અન્યની આઈડી કીટનો આધાર કાર્ડના ડેટામાં સુધારા વધારા કરવા માટે તેમજ નવા બનાવવા માટે ઉપયોગ કરતાં હતા અને સરકારી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતાં હતા જેથી કરીને આધાર કાર્ડના કામમાં લોકોની સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાની મોરબીમાં રહેતા પોસ્ટ માસ્તર પરાગ હરસુખલાલ વસંત (37)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના સંચાલક વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની સામે ફરિયાદ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે આ ગુનામાં પહેલા વિજયભાઈ કેશવજીભાઇ સરડવા અને જયેશભાઇ ગોવિંદભાઈ સરડવાની ધરપકડ કરી હતી અને તે બંને આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે અને જુદીજુદી દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

તેવામાં તપાસનીસ અધિકારી પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને તેની ટીમે આ સેન્ટરમાં કામ કરતાં બે કર્મચારી કૃપા અજયભાઇ ખરચરિયા (19) રહે. ભૂમિ ટાવર નાની વાવડી અને સંજય પ્રભુભાઈ કંઝરિયા (19) રહે. મસાલની વાડી, એસપી રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અત્રે ઉલેખનીય છે કે, આધારકાર્ડ બનાવવા કે લીંક કરવા માટે બાયોમેટ્રીક મશીનપર લગાવવામા આવેલ સફેદ બીબુ કયા બનાવેલ છે ? તેમજ આજદીન સુધીમા કેટલા ગ્રાહકોને આધારકાર્ડની કામગીરી કરી આપેલ છે ? કેટલા રૂપીયા લીધેલ છે ?, વિગેરે બાબતોની હજુ પણ તપાસ કરવામાં આવી રહી છે. 






Latest News