મોરબીમાં આધાર કાર્ડની સરકારી કિટનો ઉપયોગ કરીને અરજદારોને લૂંટવાના ગુનામાં યુવતી સહિત વધુ બેની ધરપકડ
Morbi Today
મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું
SHARE
મોરબી શહેરમાં આરએસએસનું પથ સંચલન યોજાયું
મોરબીમાં રવિવારે આરએસએસ દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સંપૂર્ણ ગણવેશ સાથે સ્વયં સેવકો તેમાં જોડાયા હતા આ પથ સંચાલન બજરંગ સોસાયટીથી શરૂ કરવામાં આવ્યું હતું અને સ્વાગત ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, વર્ધમાન એપાર્ટમેન્ટ, બજરંગ સોસાયટી ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું અને બેન્ડ સાથે મોરબીના મુખ્ય માર્ગ ઉપરથી જયારે પથ સંચલન નિકળ્યું હતું ત્યારે ભગવા ધ્વજના સન્માન અને સ્વાગત માટે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહિતના રાજકીય અને સમાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.