મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૦ દર્દીએ લાભ લીધો
SHARE
મોરબીના જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૬૦ દર્દીએ લાભ લીધો
મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.ઉજમબેન ગોકળભાઈ મારવાણીયા (દીનેશભાઈ મારવાણીયા-રાજપર વાળા) પરિવારના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૩૬૦ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધી યોજાયેલા ૪૦ કેમ્પમાં કુલ ૧૧૮૦૬ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું છે.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો ૩૬૦ દર્દીઓએ લાભ લીધો હતો તે ઉપરાંત ૨૦૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ. આ કેમ્પને સફળ બનાવવા માટે ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.