મોરબીની આર્ટ્સ કોલેજમાં લગ્ન ગીતો પારંપરિક રીતે ગવાતા તે અંગેનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં નજીવી વાતમાં માથાકૂટ બાદ સમાધાન કરવાનું કહીને આધેડના પરિવાર ઉપર 6 શખ્સોનો ધોકા-પાઇપ વડે હુમલો
SHARE
મોરબીમાં નજીવી વાતમાં માથાકૂટ બાદ સમાધાન કરવાનું કહીને આધેડના પરિવાર ઉપર 6 શખ્સોનો ધોકા-પાઇપ વડે હુમલો
મોરબી નજીકના ધરમપુર ગામે બાઈકમાં લગાવવામાં આવેલી લેઝર લાઇટનો શેરડો મોઢા ઉપર પડતા બોલાચાલી ઝઘડો થયો હતો. જે બાબતનો ખાર રાખીને કાર તથા બાઇકમાં આવેલા 6 શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે મહિલાઓ સહિતનાઓ ઉપર હુમલો કરીને માર મારવામાં આવેલ હતો જે બનાવમાં ભોગ બનેલ મહિલાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ધરમપુર ગામે રહેતા નરભેરામભાઇ ઝીંઝવાડીયા તથા તેમના પત્ની બાઈકમાં જતા હતા ત્યારે ગામમાં જ રહેતા જયદીપ મુકેશ ઉપસરીયા નામનો યુવાન સામેથી બાઇક લઈને આવતો હોય અને તેના બાઇકમાં લેઝર લાઇટ લગાવેલ હતી જે આંખ ઉપર પડતી હોય તેને લેઝર લાઇટ કઢાવી નાંખવાનું કહ્યું હતું. અને તે બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો બાદમાં સમાધાન કરવા આવી છીએ તેમ કહીને કાર અને બાઈકમાં છ શખ્સો તેઓના ઘર પાસે આવ્યા હતા અને ત્યારે ધોકા-પાઈપ વડે નરભેરામભાઈના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. ત્યારે તેઓના પરિવાર તરફથી પણ વળતો સ્વ બચાવનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ મારા મારીમાં નૈમિષ નરભેરામ ઝીંઝુવાડીયા (28) અને હિતેશ નરભેરામ ઝીંઝુવાડીયા (26) રહે. બંને નવા ધરમપુર તથા સામેના પક્ષના રણજીત રામાભાઇ પરમાર રહે. નવા ધરમપુર વાળાને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા પરિવારે એસપીને લેખીત રજૂઆત કરી હતી ત્યાર બાદ આ બાબતે ગુનો નોંધાયેલ છે.
આ બનાવ સંદર્ભે હાલમાં ધરમપુર ગામે રહેતા હંસાબેન નરભેરામભાઇ જંજવાડીયા (45)એ નોંધાવેલ ફરિયાદ આધારે કેશુભાઈ રમેશભાઈ દેગામા રહે. લાભનગર મોરબી, રણજીત ઉર્ફે ચકન રહે. મોરબી અને ચાર અજાણ્યા માણસો આમ કુલ મળીને 6 શખ્સોની સામે ગુનો નોંધાયેલ છે અને મહિલાએ લખાવેલ ફરિયાદમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના પતિએ જયદીપ મુકેશભાઈ ઉપસરીયાએ મોટર સાઈકલમાં લેઝર લાઈટ રાખેલ હતી જે કાઢી નાખવા કહ્યું હતું અને તે બાબતે રણજીત સાથે બોલાચાલી અને ઝગડો થયેલ હતો જે બાબતનો ખાર રાખીને ગત તા. 3/1/25 ના રાત્રિના 23:30 વાગ્યે આરોપીઓ બાઇક અને કાર લઈને તેના ઘર પાસે આવેલ હતા અને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને બાદમાં ફરિયાદીના દીકરા નૈમીશ તથા હીતેશને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ કેશુભાઈ દેગામાએ લાકડાના ધોકાવડે ફરિયાદીના બન્ને દિકરાને માર માર્યો હતો અને પાછળથી બે અજાણ્યા માણસો બાઇક લઈને આવ્યા હતા અને ગાળો આપી હતી જેમાં કેશુભાઈ દેગામાએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે.