મોરબી જિલ્લા કક્ષાએ કલા મહાકુંભમાં સાર્થક વિદ્યામંદિરનો ડંકો
મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી મોબાઈલ ફોનની ચોરી કરનાર ઝડપાયો
SHARE
મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી મોબાઈલ ફોનની ચોરી કરનાર ઝડપાયો
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ નેક્ષસ સિનેમા પાસેથી યુવાનના મોબાઇલ ફોનની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને યુવાને 19,000 રૂપિયાની કિંમતના મોબાઇલ ફોનની ચોરીની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ આ ગુના આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ અમરેલી ગામની સીમમાં નેક્ષસ સિનેમા પાસેથી ધાંગધ્રામાં હળવદ રોડ ઉપર આવેલ જડેશ્વર સોસાયટી બ્લોક નંબર 25 માં રહેતા નરેશકુમાર ખુશાલભાઈ મકવાણા (46) નામના યુવાનનો મોબાઇલ ફોન ચોરી થયો હતો જેથી 19,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડિયા દ્વારા આરોપી માધુજી બેલાજી ચૌહાણ (33) રહે. જૂના મોજરું ગામ દિયોદર બનાસકાંઠા વાળાની ધરપકડ કરવામાં આવી છે.
બાઇક સ્લીપ
મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ સીરમિક કારખાનામાં મજૂરી કામ કરતો મનોજભાઈ નામનો વ્યક્તિ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેથી ઇજા પામેલ વ્યક્તિને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
બાળક સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક કારખાનામાં રહેતા રાજેશભાઈનો બે વર્ષનો દીકરો કાળુ ક્લોરાઇડ પી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.