મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી મોબાઈલ ફોનની ચોરી કરનાર ઝડપાયો
મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા
SHARE
મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા
મોરબીના માણેકવાડા ગામ પાસે રીક્ષા પલ્ટી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં બાલકૃષ્ણભાઈ છગનભાઈ ગોહિલ (૩૦) રહે.જામ દુધઈ તા.જોડીયા જી.જામનગર તથા મહેશ બાબુભાઈ જાદવ (૩૦) રહે. જામનગર વાળાઓને ઇજા થતી અત્રેની સિવિલે સારવાર માટે ખસેડાયા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ચાર માળીયા પાસેથી બાઈક લઈને જતા કલ્પેશ સુરેશભાઇ સોલંકી નામના ૩૧ વર્ષના યુવાનને અજાણ્યા ટ્રક હડફેટે ઈજા થઈ હતી.જેથી સારવાર માટે ખસેડાયો હતો.
બાળક સારવારમાં
મોરબીના ખાનપર ગામે રહેતા પરિવારનો અમિત અમરશીભાઈ મોહનિયા નામનો પાંચ વર્ષનો બાળક ગરમ પાણીમાં દાઝી ગયો હતો.જેથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.તેમજ ઘુંટું ગામે થયેલ મારામારીના બનાવમાં અર્પિત સુરેશભાઈ બાવરવા નામના ૨૦ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે દવાખાને લઇ જવામાં આવ્યો હતો.તેમજ મોરબી-માળિયા હાઇવે ઉપર આવેલ ભરતનગર ગામે રહેતા હંસલભાઈ અરજણભાઈ કિશોરી નામના ૧૯ વર્ષના યુવાનને ટ્રેક્ટર લઈને જતા સમયે સામેથી આવેલ કન્ટેનરની સાથે અથડામણ થતાં ઇજા પામતા ૧૦૮ વડે સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
વૃદ્ધ સારવારમાં
વાંકાનેરના ચંગાસર મંદિર પાસે રહેતા ઉદાભાઈ લખમણભાઇ ઠાકોર નામના ૬૩ વર્ષના વૃદ્ધ કોઈ કારણોસર દવા પી ગયા હતા.જેથી વાંકાનેર ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી કબીર ટેકરી ખાતે રહેતા મુમતાઝબેન હબીબભાઈ ચાનીયા નામના ત્રીસ વર્ષીય મહિલા કોઈ અગમ્ય કારણોસર તેઓના ઘરે ફિનાઇલ પી ગયા હતા.જેથી સારવાર માટે સિવિલે ખસેડાયા હતા.તેમજ મોરબીના શનાળા ગામે ચોકડી પાસે આવેલ સીએનજી પંપ નજીક થયેલ મારામારીના બનાવમાં સોનલબેન હમીરભાઈ વાઘેલા (૨૭) અને ભગુ નાથાભાઈ વાઘેલા (૧૫) નામના બે લોકોને ઇજાઓ થતા બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.