મોરબીના માણેકવાડા ગામની પાસે રીક્ષા પલ્ટી મારી જતા બે લોકોને ઇજા
મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપીને યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવનારા ત્રણ પૈકીનાં બે આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપીને યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવનારા ત્રણ પૈકીનાં બે આરોપીની ધરપકડ
મોરબીમાં યુવાનને ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેના મિત્રને વાત કરી હતી ત્યાર બાદ મિત્રના કહેવાથી જેની પાસેથી હાથ ઉછીના બે લાખ રૂપિયા લીધા હતા તેને 10 ટકા વ્યાજ લેવાની વાત કરી હતી અને બાદમાં વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવાનની વડીલોપાર્જિત ખેતીની જમીનનો સોદાખત કરાવી લઈને ધાક ધમકીઓ આપી હતી અને જમીન પડાવી લેવા માટે નોટિસ આપવામાં આવેલ હતી જેથી યુવાને ત્રણ શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં બે આરોપીની ધરપકડ કરેલ છે.
મોરબીના આલાપ રોડે આવેલ અંજનીપાર્કમાં રહેતા રવિરાજ જગદિશભાઈ દેત્રોજા (22)એ ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા, જયદિપભાઇ બાબુભાઇ બસીયા અને રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, દોઢેક વર્ષ પહેલા ફ્યુમીકેશન તથા સીરામીક રો-મટીરીયલનો ધંધો ચાલુ કરવા માટે પિતાએ રૂપિયાનો ટેકો કર્યો હતો. અને ધંધા માટે રૂપિયાની જરૂર ઊભી થયેલ હતી જેથી તા.20/1/24 ના રોજ ફરિયાદી તેના મિત્ર ભાવેશભાઈ હરીભાઈ દેવાયતકા મારફતે જયદિપભાઈ બાબુભાઈ બસીયાનો સંપર્ક થયો હતો અને હાથ ઉછીના બે લાખ રૂપિયા બેંકના બે કોરા ચેક લઈને રવાપર ચોકડીએ આપેલ હતા. ત્યાર બાદ માસિક 10 ટકા લેખે વ્યાજ આપવું પડશે અને લખાણ આપવુ પડશે અને વ્યાજ ન આપી શકે તો અમે કહિ તેમ તારે કરવું પડશે તેવું કહ્યું હતું
ત્યાર બાદ ભાવેશ તથા જયદીપએ ફરિયાદીને ખેતીની જમીન વિષે પૂછયું હતું અને ત્યારે યુવાને ખેતીની જમીન નથી તેવું કહ્યું હતું જો કે આ બંને શખ્સો ફરિયાદીની ખેતીની જમીનના 7-12 અને 8-અ ના દાખલાની ઝેરોક્ષ લઈને આવ્યા હતા પછી તા 16/2/24 ના રોજ આ બંને શખ્સ લાલપર પાસે આવેલ રીયલ પ્લાઝામાં ફરિયાદીની ઓફિસે આવ્યા હતા અને “તારે અમે કહીએ તેમ કરવું પડશે” તેવું કહીને તેની જમીનનો જમીનનો સૌદાખત કરી આપવા કહ્યું હતું ત્યારે યુવાને ના પડી હતી જેથી ઊભા ઊભા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી હતી. ત્યારે બાદ ત્રણેય આરોપી તેમની ગાડીમાં ફરિયાદીને સબ રજીસ્ટ્રાર કચેરીએ લઈ ગયા હતા.
ત્યાર બાદ ફરિયાદીની માણેકવાડા ગામે આવેલ ખેતીની જમીન મળી કુલ પાંચમાં હિસ્સે આશરે છ વિદ્યા જમીનનુ સોદાખત રાજેશભાઈ લાખાભાઈ સોઢીયા રહે. મુળ કુંતાસી તાલુકો માળીયા વાળાના નામે કરાવ્યુ હતું. જો કે ત્યારે તે ત્યાં હાજર ન હતા. અને રાજેશભાઈ લાખાભાઈ નામની વ્યક્તિને ફરિયાદી કયારે પણ જોયેલ નથી. કે તેને ઓળખતો પણ નથી અને તેની સાથે કયારે પણ રૂપીયાની લેવડ-દેવડ કરેલ નથી, પરંતુ જયદિપભાઈ બસીયા અને ભાવેશભાઈ દેવાયતકાએ રાજેશભાઇ સોઢીયાના નામે જમીનનુ ૩૦ લાખનુ લખાણ વાળુ બળજબરીથી ધાકધમકી આપીને સોદાખત કરાવેલ છે.
આ શખ્સો પાસેથી લીધેલ બે લાખની સામે કુલ મળીને 13 લાખ રૂપિયા આપી દીધેલ છે છતા જયદિપએ કહેલ કે, હજુ આપણો હિસાબ બાકી જ છે. તો ફરિયાદીએ કહેલ હતું કે, હું રૂપીયા આપી શકુ તેમ નથી. ત્યારે જયદિપએ તેને ધમકી આપી હતી અને જેથી 13 લાખ રૂપીયા મુદલ, વ્યાજ અને પેનસ્ટી તરીકે આપેલ હતા અને આ વાતની યુવાને તેના પિતાને વાત કરી હતી. અને છ મહીના પહેલા જયદિપએ ફરિયાદીના પિતાને ફોન કરીને કહ્યું હતું કે “મારે તમારા દિકરા રવિરાજ પાસેથી રૂપીયા ચાર લાખ લેવાના છે અને તેના સહિ વાળા બે કોરા ચેક લીધેલ છે તે મારી પાસે છે”. ત્યાર બાદ વધુ એક વખત સમાધાન કરવા માટે ભાવેશભાઈ દેવાયતકાની ઓફીસે ફરિયાદી અને તેના પિતા તેમજ મહેશભાઈ દેત્રોજા તથા દિપકભાઇ દેત્રોજા ગયા હતા અને 9 લાખ રૂપીયા આપીને સમાધાન કર્યું હતું
ત્યાર બાદ ભાવેશભાઈનો ફરિયાદીના પિતાને ફોન આવેલ હતો કે, તમારા દિકરા રવિરાજે રાજેશભાઇ સોઢીયાને તમારી માણેકવાળાની ખેતીની જમીનનો પાંચમો હિસ્સો વેચાણ કરીને સોદાખત કરી આપેલ છે. અને એકાદ મહિના પહેલા મહેશભાઈના મોબાઇલમાં રાજેશભાઈ સોઢીયાએ ફોન કરીને સોદાખતની પી.ડી.એફ. ફાઇલ મોકલેલ હતી આમ જયદિપભાઈ બાબુભાઈ બસીયા, ભાવેશભાઈ હરીભાઇ દેવાયતકા અને રાજેશભાઈ લાખાભાઈ સોઢીયાએ મળીને ઉછીના રૂપિયા બે લાખ આપીને વ્યાજમાં ફસાવીને લાખો રૂપિયા પડાવી લીધેલ છે તેમજ તેની ખેતીની જમીનનું સોદાખત કરાવી લીધેલ હતુ અને યુવાનને તેમજ તેના પિતાને મારી નાખવાની ધમકી આપેલ હતી જેની ફરિયાદ આધારે પીએસઆઈ સી.એસ.સોંદરવા અને ભવિનભાઇ ગઢવી દ્વારા આરોપી ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા (31) રહે. વાટિકા સોસાયટી સંજુબાં સ્કૂલ પાછળ નાની વાવડી અને જયદિપભાઇ બાબુભાઇ બસીયા રહે. પ્રભુ નગર રામજી મંદિર પાછળ મિતાણા વાળની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
કોડીનાર તાલુકાના કાંજના રહેવાસી દિનેશભાઈ ચુડાસમા (28) નામનો યુવાન મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વેલકમ સીરામીકથી નીકળીને વેન્ટો સિરામિક પાસે જઈ રહ્યો હતો દરમિયાન વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ઘુટુ નજીક સ્વેલટોપ સીરામીક કારખાનામાં રહેતો અને મજૂરી કામ કરતો રાજેન્દ્ર બીશ્વા (30) નામનો યુવાન કારખાના પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઇક સ્લીપ થતાં અકસ્માત થયો હતો જેથી યુવાનને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
મોરબીના રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ પ્રકાશભાઈ નામના વ્યક્તિ મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ નજીકથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની જાણ કરવામાં આવી હતી