હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો મોરબીના લાલપર પાસે કાર ચાલકે સુપર કેરી ગાડીને ઉડાવતા 210 પૈકી 150 મુરઘાંના મોત: વાહન ચાલકને પગમાં ગંભીર ઇજા માળીયા (મી)માં ઇનસ્ટાગ્રામ યુવતીને મેસેજ કર્યો હોવાનો વહેમ રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખીને કાકા-કાકીને ત્રણ ભત્રીજાઓએ ધોકા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરના દીધલીયા ગામે ગંગોત્રી સ્ટોન ખાતે રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે ખાટલા ઉપર સૂતેલા બાળકનું મોઢું ચિબી નાખતા મોત વાંકાનેરના કણકોટ ગામે આવેલ એલપીજી બોટલિંગ પ્લાન્ટના બે કર્મચારીઓએ 1.52 કરોડનો ગેસ બારોબાર વેચી નાખ્યો !
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારી કરનારા 18 પૈકીનાં 6 આગેવાનોના ફોર્મ રદ્દ: આજુબાજુના ચાર જિલ્લા નક્કી કરશે ભાવિ પ્રમુખનું નામ !


SHARE













મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારી કરનારા 18 પૈકીનાં 6 આગેવાનોના ફોર્મ રદ્દ: આજુબાજુના ચાર જિલ્લા નક્કી કરશે ભાવિ પ્રમુખનું નામ !

મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ હતા ત્યાર બાદ જે નવી ગાઈડ લાઇન આપવામાં આવી છે તેને ધ્યાને રાખીને આવેલા 18 પૈકીનાં 6 ફોર્મને રદ્દ કરવામાં આવેલ છે અને અને ચૂંટણી અધિકારી દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખના દાવેદારોના નામનું લિસ્ટ ગાંધીનગર કમલમ ખાતે પહોચડી દીધેલ છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.

મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલ અને તેની સાથે ચંદુભાઈ હુંબલ અને રજનિભાઈને જવાબદારી સોપવામાં આવેલ છે તેઓએ ગત શનિવારે મોરબી જીલ્લામાં પ્રમુખ પદ માટેના દાવેદારોના ફોર્મ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સ્વીકાર્યા હતા જેમાં જિલ્લાના હાલના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ મંજુલાબેન દેત્રોજા, મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રવિભાઈ સનાવડા, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, મોરબી જિલ્લા ભાજપના વર્તમાન મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, કે. એસ. અમૃતિયા અને નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરબીના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઈ અંદરપા, મોરબી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા તેમજ રસિકભાઈ વોરા, ભાણજીભાઈ વરસડા, વાસુદેવભાઈ સિણોજીયા, જીતુભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ ઝાલા, ભગવાનજીભાઈ મેર અને ગોરધનભાઈ સરવૈયાએ દાવેદારી કરીને ફોર્મ ભર્યા હતા.

જો કે ,પ્રદેશ ભાજપને જે ગાઈડ લાઇન આપેલ છે તેને ધ્યાને રાખીને આવેલા 18 ફોર્મમાંથી 6 ફોર્મને રદ્દ કરવામાં આવેલ છે. અને બાકીના નામોની યાદીને ગાંધીનગર કમલમ ખાતે ચૂંટણી અધિકારી દ્વારા પહોચાડી દેવામાં આવેલ છે. જો કે, મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખ કોણ બનશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે પરંતુ મોરબી જિલ્લાના પ્રમુખનું નામ આજુબાજુના ચારેય જીલ્લામાં પ્રમુખની વરણી કરવામાં આવે તેના આધારે નક્કી થશે તેવું ચર્ચાઇ રહ્યું છે. અને પ્રદેશ ભાજપના વર્તુળો પાસેથી મળતી માહિતિ મુજબ ગુજરાતનાં કેટલાક જીલ્લામાં વર્તમાન પ્રમુખને રિપીટ કરવામાં આવે તેવી પૂરે પૂરી શક્યતા છે ત્યારે મોરબી જિલ્લાનો તેમાં સમાવેશ થશે કે કેમ તેનો પણ જીલ્લામાં ભાજપના આગેવનોમાં ગણગણાટ શરૂ થઈ ગયેલ છે.






Latest News