મોરબી જિલ્લામાં HMPV વાયરસનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નથી, આરોગ્ય લક્ષી ટીમો તૈયાર: અધિકારી
ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે
SHARE







ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે
ટંકારા તાલુકાના સખપર (કોઠારીયા) ગામે સુરાપુરા ખોડાબાપાના સાનિધ્યમાં તા 12 જાન્યુઆરીને રવિવારે કડવા પાટીદાર બારૈયા પરિવારનું 20મું સ્નેહમિલન યોજાશે. ત્યારે સ્નેહમિલન સમારોહ, યજ્ઞ, દાતાઓનું સન્માન, વિદ્યાર્થીઓનું સન્માન, પાટીદાર સંસ્થાઓનું સન્માન, મહાઆરતી, મહાપ્રસાદ, મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને લોકડાયરો વિગેરે જેવા કાર્યક્રમ રાખવામા આવેલ છે.
આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે તે ઉપરાંત નકલંકધામ બગથળાના મહંત દામજી ભગત, નાની વાવડીના કબીર આશ્રમના મહંત શિવરામબાપુ અને કોઠારીયા રામદેપીર જગ્યાના રાણીદાસબાપુ સહિતના હાજર રહેશે અને આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત સામાજિક-રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આગમી તા. 12 જાન્યુઆરીને રવિવારના રોજ સવારે 7:00 કલાકે યજ્ઞ, 8:30 કલાકે સ્નેહમિલન અને દાતાઓનું સન્માન, 9:30 કલાકે વિદ્યાર્થીઓનું સન્માન, 12:30 કલાકે ભોજન, બપોરે 2:00 કલાકે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સંસ્થાઓનો સન્માન સમારોહ, સાંજે 6:00 કલાકે મહાઆરતી, 6:30 કલાકે મહાપ્રસાદનું આયોજન કર્યું છે. તેની સાથોસાથ સવારે 9:00 થી સાંજે 6:00 સુધી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. અને રાત્રે 9:00 કલાકે લોકડાયરાનું આયોજન કરાયું છે. જેમાં ભજનિક અલ્પાબેન પટેલ, ગોપાલ સાધુ અને સાહિત્યકાર કમલેશ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદાર બારૈયા પરિવારના પ્રમુખ અરવિંદભાઈ બારૈયા, ઉપપ્રમુખ મનહરભાઈ બારૈયા, મહામંત્રી મનિષભાઈ બારૈયા, ખજાનચી જયંતિલાલ બારૈયા અને મંત્રી ભાવિનભાઈ બારૈયા સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે.
