ટંકારાના સખપર ગામે કડવા પાટીદાર બારૈયા પરિવારનું સ્નેહમિલન યોજાશે
મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે
SHARE






મોરબી મહાપાલિકામાં અરજદારોને કમિશ્નર સોમ-ગુરુવારે સાંભળશે
મોરબી મહાપાલિકામાં અસ્તિત્વમાં આવી ગયેલ છે અને એક પછી એક વિકાસ કામ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના નગરજનોને કોઈ પણ પ્રશ્ન હોય કે સમસ્યા હોય તો તે મહાપાલિકામાં રજૂઆત કરવામાં માટે આવી શકે છે અને તેના માટે કમિશ્નર દ્વારા સોમ અને ગુરુવારને નિશ્ચિત કરવામાં આવેલ છે તે દિવસે અરજદારોને કમિશ્નર દ્વારા સાંભળવામાં આવશે.
મોરબી મહાપાલિકાના નવનિયુક્ત કમિશ્નર સ્વપ્નિલ ખરે લોકોની સુવિધામાં વધારો થયે તે રીતે એક પછી એક કામ કરી રહ્યા છે ત્યારે લોકોના પ્રશ્નો સાંભળવા માટે તેમણે દર અઠવાડિયે સોમવાર અને ગુરુવારે નિશ્ચિત કરેલ છે અને તે દિવસે બપોરે 3:00 થી 6:00 વાગ્યા સુધી લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે. અને ત્યારે મહાપાલિકાને લગતી જે કોઈ ફરિયાદો મળશે તેનો ત્વરિત નિકાલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે જેથી કરીને લોકો કમિશ્નરને રૂબરૂ મળીને પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે.


