અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં HMPV વાયરસનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નથી, આરોગ્ય લક્ષી ટીમો તૈયાર: અધિકારી


SHARE









મોરબી જિલ્લામાં HMPV વાયરસનો એક પણ પોઝિટિવ કે શંકાસ્પદ કેસ નથી, આરોગ્ય લક્ષી ટીમો તૈયાર: અધિકારી

ગુજરાતમાં એચએમપીવી વાયરસના પોઝિટિવ કેસ નોંધાયો છે જેથી કરીને ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને તકેદારીના ભાગરૂપે દરેક જિલ્લાની અંદર ડોક્ટરોને સૂચનાઓ આપવામાં આવી રહી છે. ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરી તો મોરબી જિલ્લામાં આવેલ તમામ સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને જરૂરી સૂચનાઓ આપી છે અને હાલમાં મોરબી જિલ્લામાં કોઈ પોઝિટિવ કેસ કે શંકાસ્પદ કેસ પણ નથી પરંતુ કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે મોરબી જિલ્લાનો આરોગ્ય વિભાગ એલર્ટ છે તેવું અધિકારીએ જણાવે છે

કોરોના કાળ વખતે દર્દીઓને સમયસર સારવાર મળે તે માટે થઈને સરકારી હોસ્પિટલોમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા તેવી જ રીતે હાલમાં એચએમપીવી વાયરસને લઈને સમગ્ર ગુજરાત અને ભારત દેશની અંદર લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ પણ એક્ટિવ થઈ ગયેલ છે મોરબી જિલ્લા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. પ્રિદપ દુધરેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોરબી જિલ્લાની અંદર એચએમપીવી વાયરસનો એક પણ શંકાસ્પદ કે પોઝિટિવ કેસ નથી તેમ છતાં પણ જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની મીટીંગ કરીને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આવતીકાલે મોરબી જિલ્લામાં આવેલ સરકારી હોસ્પિટલના ડોક્ટરોની સાથે મીટીંગ કરીને તકેદારી રાખવા માટેની જરૂરી સૂચનાઓ આપવામાં આવશે ખાસ કરીને આ વાઇરસ નાના બાળકોમાં તથા શ્વાસની તકલીફ હોય તેવા લોકોને વધુ અસર કરે તેવી શક્યતા છે જેથી કરીને આ બાબતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ લક્ષણ જણાય તો પણ તેની તાત્કાલિક સારવાર થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે અને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને કોઈપણ પરિસ્થિતિ ઉભી થાય તો તેની સામે લડી લેવા માટે તેને મોરબીનો આરોગ્ય વિભાગ તૈયાર છે

આવી જ રીતે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી પી.કે.શ્રીવાસ્તવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના સરકારી દવાખાનાઓમાં ફરજ બજાવતા ડોક્ટરોને તેમજ ફિલ્ડમાં કામ કરવા માટે જતા આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓને ખાસ સુચના આપવામાં આવેલ છે કે, એચએમપીવી વાયરસને લઈને જે પ્રકારના લક્ષણો જાહેર કરવામાં આવ્યા છે તે પ્રકારનો કોઈપણ કેસ કોઈપણ જગ્યાએ જોવા મળે તો તેમાં જરા પણ બેદરકારી ન રાખવી અને તાત્કાલિક તે દર્દીને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવા અને દરેક વિસ્તારની અંદર આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે તેના માટે પણ ખાસ સુચનાઓ આપવામાં આવેલ છે




Latest News