મોરબીના બરવાળા પાસે રિક્ષા-ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 2 યુવાનોના મોત મામલે રિક્ષા ચાલક સામે ફરિયાદ મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા કાલે મહાપાલિકાના પટાંગણમાં સર્વે હિન્દુ સંગઠન દ્વારા કરાશે લોકશાહી ઢબે ઉગ્ર વિરોધ હળવદના સુખપર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત હળવદમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ પકડાયો મોરબીની મહિલાએ લક્ઝરી ક્લબમાં એક લાખ ભર્યા છતાં સેવામાં ખામી હોય વ્યાજ સહિત પૈસા ચૂકવવા અદાલતે કર્યો આદેશ, શુક્રવારે રાતે આયુર્વેદ અનુસાર દિનચર્યા ઉપર વક્તવ્ય મોરબીના બરવાળા નજીક રિક્ષા અને ડબલ સવારી વચ્ચે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ખેવારીયા ગામના 2 અશસ્પદ યુવાનોના મોત મોરબી મહાપાલિકામાં વહીવટદારના શાસનમાં નજૂર થયેલ બે ગાર્ડન રદ્દ, મણિમંદિર પાસે ડેવલોપમેન્ટની ડિઝાઇન ચેન્જ કચ્છના કટારિયા ખાતે મોરબીના રાજા વિશાલસિંહના અધ્યક્ષ સ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ લૂંટારુએ ટ્રક ચાલકોને છરી બતાવીને ચાર ટ્રકમાંથી કરી 750 લિટર ડીઝલની લૂંટ


SHARE







































મોરબીના લાલપર પાસે સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ લૂંટારુએ ટ્રક ચાલકોને છરી બતાવીને ચાર ટ્રકમાંથી કરી 750 લિટર ડીઝલની લૂંટ

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શ્રી હરિ ચેમ્બર પટેલ વિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટની ઓફિસ પાસે પાર્ક કરેલા જુદા જુદા ટ્રક અને ટ્રેલર સહિત ચાર વાહનોના ડ્રાઇવરોને  છરી બતાવીને ડરાવી ધમકાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા અજાણ્યા ત્રણ શખ્સોએ તેઓની ગાડીમાં ડીઝલની ટેન્કમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને 750 લીટર ડીઝલની લૂંટ કરેલ છે જેથી કરીને 67,500 ની કિંમતના મુદ્દામાલની લૂંટ થઈ હોવા અંગેની ટ્રાન્સપોર્ટર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટમાં આવેલ સહકાર સોસાયટી શેરી નં-5 માં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ ચાવડા (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સફેદ કલરની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 12સીજી 2218 ના ચાલક સહિત કુલ ત્રણ અજાણ્યા શખ્સોની સામે લૂંટની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામની સીમમાં આવેલ શ્રી હરિ ચેમ્બર્સ પટેલ બિહાર હોટલની બાજુમાં વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસ સામે ફરિયાદીના બે ટ્રકના ડ્રાઇવર તથા સાહેદ પ્રવીણભાઈ દલસાણીયાની ટ્રકના ડ્રાઇવર અને સોરીસો સીરામીક નજીક રોડ ઉપર પાર્ક કરેલ ટ્રક ટેલરના ડ્રાઇવરને છરી બતાવીને સ્કોર્પિયો ગાડીમાં આવેલ ત્રણ અજાણ્યા 30 થી 40 વર્ષના શખ્સો દ્વારા ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા અને તેઓની ગાડીમાં ડીઝલની ટાંકીઓમાંથી પાઇપ વડે કેરબામાં ડીઝલ ભરીને ડિઝલની લૂંટ કરવામાં આવી હતી અને 750 લિટર ડીઝલની લૂંટ કરવામાં આવી છે જેથી 67,500 ની કિંમતના ડીઝલની લૂંટ થઈ હોવા અંગેની ટ્રાન્સપોર્ટ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News