માળીયા (મી)નજીકથી એલસીબીની ટીમે 321 બોટલ દારૂ ભરેલ રેઢી ગાડી કબજે કરી: આરોપીની શોધખોળ
મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા
SHARE







મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા
મોરબીમાં હાથ ઉછીની રકમ પરત નહી આપતા ઘી નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮નો કેસ કોર્ટમાં દાખલ કરેલ હતો અને આ કેસ ચાલી જતાં આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ પાંચ લાખ તેમજ એક લાખ વળતર પેટે ચુકવાનો તથા રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.
આ કામના આરોપીને પૈસાની જરૂરીયાત હોવાથી તેમના મિત્ર દેવાણંદભાઈ બાબુભાઈ કુંભરવાડીયા પાસેથી હાથ ઉછીના લીધેલા ત્યારબાદ રકમ પરત માગતા આરોપી રાજેશ નટવરલાલ કાલરીયા એ લેણી રકમ ચુકવવા ચેક આપેલ હતો જે ચેક રીટર્ન થતા આરોપી વિરુધ્ધ નેગોશીએબલ ઇન્સટુમેન્ટ એકટની કલમ-૧૩૮ની ફરીયાદ દાખલ થયેલ હતી જે કેસ ચાલી ગયો હતો તેમાં ફરીયાદીવતી મોરબી જીલ્લાના વકીલ નીતીનકુમાર અમૃતલાલ પંડયા તથા યાશિકા મનસુખભાઈ દેવમોરારી રોકાયેલ હતા અને તેઓની દલીલ તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદાને ધ્યાને લઈને કોર્ટએ આરોપીને દોષીત ઠરાવી એક વર્ષ સજા તથા ફરીયાદીને ચેકની રકમ પાંચ લાખ તેમજ એક લાખનું વળતર આપવાનો ચુકાદો આપેલ છે અને રકમ ન ચુકવે તો વધુ ૯૦ દિવસની સજાનો હુકમ કરેલ છે.
