વાંકાનેરના રાતાવિરડા નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં યુવાનનું મોત
મોરબી-ટંકારા તાલુકામાં દારૂની બે રેડ: આઠ બોટલ દારૂ સાથે બે પકડાયા
SHARE
મોરબી-ટંકારા તાલુકામાં દારૂની બે રેડ: આઠ બોટલ દારૂ સાથે બે પકડાયા
મોરબી તાલુકાના ઉંચી મંડળ ગામના બસ સ્ટેશન પાસે અને ટંકારા તાલુકાના લજાઈ ગામ થી હડમતીયા જવાના રસ્તા ઉપર દારૂની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને આઠ બોટલ દારૂ સાથે પોલીસ દ્વારા બે શખ્સને પકડવામાં આવ્યા છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધી આગળની કાર્યવાહી કરી છે.
ટંકારા તાલુકાના લજાઈ ગામથી હડમતીયા જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા સ્કૂટરને રોકીને પોલીસે સ્કૂટર ઉપર જઈ રહેલા યુવાનને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂ એક બોટલ મળી આવી હતી અને તેની કબજો ભોગવટા વાળી ડિલક્સ પાન નામની દુકાનમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે સ્કૂટર અને દારૂની ત્રણ બોટલો મળીને કુલ 29,536 ની કિંમતમાં મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી કેતન વલ્લભભાઈ વામજા (34) રહે. લજાઈ તાલુકો ટંકારા વાળા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામના બસ સ્ટેશન સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની પાંચ બોટલ મળી આવી હોય પોલીસે 3750 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી શક્તિ બનેસંગભાઈ બારડ (25) રહે. તક્ષશિલા સ્કૂલની બાજુમાં નીચી માંડલ તાલુકો મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂ
મોરબી તાલુકાના રાજપર રોડ ઉપર આવેલ મામાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહેલા સ્કૂટરને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે સ્કૂટર ઉપર જઈ રહેલા શખ્સ પાસેથી 78 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા 15,600 ની કિંમતમાં દારૂનો જથ્થો તથા 40,000 ની કિંમતનું સ્કૂટર નંબર જીજે 36 એએચ 0008 આમ કુલ મળીને 55,600 નો નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી વિજય બાબુભાઈ પરમાર (32) રહે. સનાળા શક્તિ માતાજીના મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂનો જથ્થો તેને જયદીપસિંહ ઉર્ફે રાજો મહેન્દ્રસિંહ ઝાલા રહે. સનાળા મોરબી વાળાએ આપ્યું હોવાનું સામે આવતા પોલીસે બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે