મોરબીમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ
SHARE









મોરબીમાં અકસ્માત સર્જીને બાળકીનું મોત નીપજવનાર કાર ચાલકની ધરપકડ
મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ફૂગ્ગ વેંચતા પરિવારની એક વર્ષની cને કાર ચાલકે હડફેટે લીધી હતી જેથી તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તે બાળકીને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે બાળકીનું મોત નીપજયું હતું જેની ફરિયાદ નોંધાયેલ હતો તેના આધારે પોલીસે આરોપી કાર ચાલકને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.
મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે રહેતા અને ફુગ્ગા વેંચવાનું કામા કરતાં તેમજ મજૂરી કામ કરતા કાલુરામ સીતારામ બાવરીયા (35)એ કાર નંબર જીજે 36 એ એલ 8169 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે કાર ચાલકે તેઓની એક વર્ષની દીકરી દિવ્યાને હડફેટ લીધી હતી જેથી તે બાળકીને શરીરે ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાના હવાલા વાળી કાર લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે ભોગ બનેલ બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી કાર ચાલક દિપક નરેન્દ્રભાઈ ચૌહાણ રહે. જીલટોપ સિરામિક સામે શોભેશ્વર રોડ મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી.
વૃદ્ધા સારવારમાં
સોલડી ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા કમુબેન રણછોડભાઈ પટેલ (75) નામના વૃદ્ધા ઘરેથી વાડીએ બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તળાવ નજીક બાઇક સાથે ભેસનું શિંગળું અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપરથી નીચે પડી જવાના કારણે વૃદ્ધાને ઈજા થવાથી તેને મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબીમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ નીલકંઠ પાર્કમાં કસ્તુરી એપાર્ટમેન્ટમાં રહેતા સવિતાબેન મગનભાઈ ભાડજા નામના મહિલા બાઇકમાં બેસીને મહેન્દ્રનગર નજીક આવેલ હરિ ગુણ એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
