મોરબીમાં ઘરમાં પડી જવાથી માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત
SHARE









મોરબીથી અમદાવાદ-રાજકોટની ટ્રેનની સુવિધા આપવા સાંસદને રજુઆત
મોરબીને રેલવે ટ્રેનની વધુ સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ સુવિધા વધારવામાં આવતી નથી તેવામાં પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ પી. શિરોહિયા દ્વારા કચ્છ- મોરબી સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો બની ગયો તેને વર્ષો થઈ ગયેલ છે તો પણ મોરબી જિલ્લાને લાંબા અંતરની ગાંધીધામ મોરબી, કામ્ખીયા ભુજ, મોરબી બાંદ્રા વિકલી સિવાય કોઈ જ ટ્રેન આપવામાં આવી નથી ત્યારે મોરબીને ભુજ ગાંધીધામ મોરબી હરિદ્વાર સુધી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ ડેઇલી ભુજ, મોરબી, અમદાવાદ જે હાલમાં વંદે ભારત ટ્રેન 6 દિવસ ચાલે છે તેને 3 દિવસ મોરબીથી ચલાવવામાં આવે અને મોરબી-રાજકોટ ડેઇલી ટ્રેન આપવામાં આવે તેવી માંગ કરેલ છે તેમજ ગાંધીધામ, મોરબી, કામ્ખીયાના ફેરા વધારી સપ્તાહમાં ત્રણ દિવસ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
