ટંકારાના લજાઈ અને હળવદના ચરાડવા ગામે બે બનાવમાં બે યુવાન ઝેરી દવા પી લેતા બંને સારવારમાં
મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં સ્વ.ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયાના અધ્યક્ષ સ્થાને મોરબીના ગાંધી તરીકે ઓળખાતા, જેમના જીવનમાં સત્યનિષ્ઠા અને પ્રમાણિકતા વણાયેલી છે તેવા આજીવન ખાદી ધારણ કરનાર આ સંસ્થાના પ્રમુખ અને મોરબી માળિયા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને લોક સેવક પરમ પૂજ્ય સ્વ. ગોકળદાસ પરમારની 103 મી જન્મ જયંતિ નિમિત્તે ગોકળબાપાના સ્ટેચ્યુને સુતરની આટી પહેરાવી હતી અને સંસ્થામાં આવેલ ગોકળબાપાના મ્યુઝિમ રૂમમાં સંસ્થાના સભ્યો, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરી સ્વ.ગોકળબાપાના જીવન પ્રસંગોની વાત કરીને તેમની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.